મુસલમાનોએ એને મૂઠ મારી માટે હડતાળ પાડો.
(૮) એવો એક શક ઘણાકે બતાવ્યો કે જે જગન્નાથ સોનીના ઘર આગળ તે મરી ગયો તે સોની તેનો દોસ્ત હતો, ને તેને ઘેર તે નિરંતર ગાંજો પીતો હતો. એ સોની પાસે એનું લેણું છે, તેથી તેણે ગાંજામાં કાંઈક પાયું હોય – વધારે યોગ્ય તો એમ લાગે છે કે heart disease વધી પડેલો અને ગાંજાની દમ મારી તેથી તે સોનીના ઘર આગળ તુરત મરી ગયો.
આવાં કારણો છતાં આવી જુઠી અફવા ઉરાડવામાં શો હેતુ હશે તે પણ મારે અહીં જણાવવો જોઈએ.
(૧) મ્યુનીસીપાલીટીમાં બે પક્ષ છે. જેમાં હું છું તેની સામાવાળા લોકોએ આ વાત ઉપજાવી અને મરનારનાં સગાંના મનમાં મૂકી એમ માનવાનાં કારણ મળ્યાં છે. તેમાં મુખ્ય હેતુ દા. રામસિંગ જે અમારા પક્ષમાં, તેની આ ગામમાંથી બદલી કરાવી એ પક્ષનો એક માણસ ઓછો કરવો.
(૨) નવો મુનસફ આ ગામમાં કોઈ દક્ષણી આવ્યો તે દા. રામસિંગનો સ્નેહી નીકળ્યો. વળી તેણે મારી સ્તુતિ પુનામાં સાંભળેલી તેથી તે એકાએક મારે ઘેર આવ્યો, તે ઉપરથી તેના મનને ભ્રષ્ટ કરવા આ વાત વધારી ફેલાવી કે દાવાના કામમાં તે મારી વિરુદ્ધ જ ઉતરે. તેના ઉપર એક નનામો કાગળ પણ લખ્યો કે જેની તમે સોબત કરો છો તે તો આવા નઠારા છે. આ ગામમાં સારા માણસ તો નીશાળના માસ્તરો છે !! (નીશાળના માસ્તરોમાં બેત્રણ આ વખતે ઘણા જ લુચ્ચા અને ખટપટીઆ હતા તેમનું જ આ કૃત્ય કેમ ના હોય ?)
(૩) મારી નાતવાળા પણ મને “બાયડ”ને પજવવામાં ખુશી તેથી તેમાંના પણ કેટલાક નીચ લોક આમાં સામીલ થયા.
(૪) દાક્તર તથા બીજા દશેક મિત્રોની અમારી મંડલી નિત્ય ભેગી થઈ રમતગંમત કરે અને મીજબાનીઓ વગેરે વખતે વખત કરે તેને તોડી પાડવાનો ઘણાનો ઉદ્દેશ અમને સમજાયલો હતો તે પણ એક કારણ છે.
આવા હેતુથી આવી જુઠી વાત ચલાવી; પોલીસે લક્ષ આપ્યું નહિ; પણ વારંવાર અરજીઓ નનામી, થયાં ગઈ. અમે મરનારને ઘેર સ્પષ્ટ કહેવરાવ્યું કે તમે કાયદેસર ફરીઆદ કરો પણ તેમણે તેમ કર્યું નહિ. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મરનારને ઘેર જઈ તેની વિધવાની તથા દીકરીની તપાસ કરી પણ તેમણે કાંઈ કહ્યું નહિ; જે દાક્તરો (ખાનગી L. M. & S) તે લાશમાં જીવ છે કે નહિ તે જોવા બોલાવેલા તેમને તપાસ્યા તો તેમણે પણ કહ્યું કે ઝેરથી