પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૬૫
 

વાહ પ્રેમ! આનું નામ પ્રેમ કે સ્વાર્થ ! એ બહેનની પરોણાગત તો મારી પાસેથી લીધેલા પૈસા વડે જ થઈ ! તેને નડીયાદ પાછાં જવાનું ભાડું પણ મારી પાસેથી જ અપાયું ! પણ મને ઘરમાંથી કાઢવો પડ્યો ! રામને મંદવાડ હતો એ વાત ખરી, પણ તેથી આ કૃત્યનો કાંઈ ખુલાસો થતો નથી; તેમ જ કેવલ બાલકબુદ્ધિથી જ આવું કર્યું હશે એમ પણ ન કહેવાય કેમકે જે લોકો ખુલી રીતે પાટણ આવતાં ન ડર્યાં તેને આમાં શું ? અથવા શું એવી મારી ફરજ હતી કે મારે એમને આવી અનુકૂળતા કરી આપવી ? હું નથી ધારતો કે હોય, પણ હોય તોએ તેમણે આવી સૂચના કેમ થાય ? ત્યારે શું ? સ્વાર્થ જ ! જોઈએ; એકાએક કોઈને અન્યાય કરી નાખવો નહિ.