પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

મનમાં ઈચ્છા છે કેમકે તે પોતે મને એવા ગુણી જણાયા છે કે હું એમની પાસે હોઉં તો એમનામાંથી કાંઈ નવો જ ચમત્કાર ઉપજી આવે. પણ મારે મારી ઇચ્છા જણાવવાનો માર્ગ નથી, એટલે એ તરફ મારો પ્રયાસ પણ નથી, એની મેળે જે થાય તે ખરૂં.

બાલવિલાસ, પ્રાણવિનિમય બીજી આવૃત્તિ, માંડુક્ય વગેરે પ્રસિદ્ધ થઈ ગયાં છે. સુદર્શન ચાલે છે. અક્ટોબરથી એક ફાર્મ તેમાં વધારવું છે. ગીતા બંધાય છે. જીવન્મુક્તિવિવેક અને સમાધિશતક બે અંગરેજી કરવા માથે લીધાં છે એમ શરતે કે પ્રથમ આવૃત્તિનો હક તેના છપાવનારનો એટલે તુકારામ તાત્યા તથા ગીરધરલાલ હીરાભાઈનો અને બીજી આવૃત્તિથી હક મારો; તથા પ્રથમ આવૃત્તિની ૫૦ નકલ દરેકે મને મફત આપવી. માંડુક્ય માટે પણ આ જ પ્રકારની શરત થયેલી છે ને તે ઉપરાંત રૂ ૩૦૦ મળેલા છે. લોજીકનો અર્ધો ભાગ સોસાયટીને મોકલી દીધો છે. કચ્છનાં બે પુસ્તક “વાક્પાટવ,” “શિક્ષણ અને સ્વશિક્ષણ” રા. મન:સુખરામભાઈને સોંપ્યા છે પણ રૂ. ૧૨૦૦) તેના લહેણા તે હજી આવ્યા નથી, તેમ નવાં પુસ્તકો આપવાનો છે તેનો પણ કચ્છવાળા નીકાલ લાવતા નથી. તે ઘણા આળસુ છે એમ મનસુખરામ કહે છે. બાકી તેમને અરુચિ છે એમ નથી. રા. ગજ્જરને “ચેતનશાસ્ત્ર” આપી દીધું છે. પૈસા આપ્યા નથી. વેદાન્તોપયોગી વચનમાત્ર ભેગાં કરી અંગરેજી કરી છપાવવું એ પ્રયાસ ચાલે છે, એને Imitation of Shanker એ નામ આપવું છે. નોકરીને અંગે ગ્રંથો થાય છે તે તો ચાલતા જ છે. તેનું લીસ્ટ મારા ગ્રંથોના લીસ્ટ ભેગું થયું છે. ચીકાગો કોંગ્રેસના રીપોર્ટમાં મારો નિબંધ “હિંદુઈઝમ” અને તેમના દશ પ્રશ્નના મારા જવાબ, તથા મારી છબી છપાયાં છે.

ઘર આગળ બધી શાંતિ ચાલે છે. મારો ભાઈ સારો અભ્યાસ કરે છે ને ઘણો સારો સુધર્યો છે એ જોઈ મને શાંતિ થાય છે. ખેડાવાળે થાંભલાવાળો જે દાવો કરેલો તેમાં નડીઆદમાં તે હાર્યો છે. તેણે અમદાવાદ અપીલ કરી છે. હાઈકોર્ટમાં મંગળીએ અપીલ કરી હતી તેમાં તે હાર્યો છે. આ કેસોમાં મારા મિત્ર રા. ગોવર્ધનરામ તથા રા. કેશવલાલ બન્ને વકીલોએ વગર ખર્ચે સારી મદદ કરી છે. નડીયાદમાં પણ રા. છોટાલાલ ઝવેરલાલ તથા છોટાલાલ હીરાલાલે વગર ફીએ સારી મદદ કરી છે. મારા ગુમાસ્તા જમનાદાસને પરણાવવાની ખટપટ કરીને પણ પાર પાડી આપ્યું છે. ગામમાં થોડાક બ્રાહ્મણોનો વ્યવહાર જોઈએ જેથી હમણાં ખડાયતાની નાત સાથે