પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તદન અજાણ્યો-પરાયેા-તે વળી આપણા રાજાનેા ખાસ મિત્ર થાય! એતે કેમ ખમાય !”

શિયાળના ભાઈએ ખુલાસો કર્યો:- “સમજુ લોકો બીજાની ખાનગી બાબતોમાં માથું મારતા નથી, એ સબંધમાં એક વાંદરાની વાત છે. તે ત્હારા સાંભળવામાં આવી છે ?’

શિયાળ બોલ્યો :– “ના ભાઈ ! એ વાત કેવી છે ?”

તે ઉપરથી એના ભાઇએ નીચે પ્રમાણે વાર્તા કહેવા માંડી:-

ખીલો ખેચનાર વાંદરાની વાત.

અસલના વખતમાં મગધ કરીને એક દેશ હતો. તેમાં સુદત્ત નામને કઠીયારો રહેતો હતો. તે રોજ જંગલોમાં રખડતો, સારાં સારાં ઝાડ કાપતો અને પછી તેમનાં વ્હેરીને ફાડચાં બનાવતો.

એક દિવસ ત્હેણે એક ઝાડ કાપ્યું અને મધ્યભાગમાંથી તેને વહેરવા માડયું, તે ભાગ્યેજ અડધું વ્હેરી રહ્યો હશે, એવામાં સાંજ પડી ગઈ. અંધારૂ ઘેાર થઈ જવાથી, ત્હેણે વહેરવાનું કામ બંધ કરી દીધું. પણ તેમ કરતાં પહેલાં વહેરેલા ફાડની ફાટમાં ત્હેણે એક ખીલો ખોસી રાખ્યો. ઝાડ પાછુ સપ્પટ થઇ જાય, તો કરેલી મહેનત નકામી જાય. એટલા માટે ખીલાની ફાચર બનાવીને તે ઘેર ગયો. એટલામાં વાંદરાઓનુ ટોળું કૂદાકૂદ કરતું તે જગ્યાએ આવી પહોંચ્યું. તેમાંહેથી એક વાંદરાનુ બચ્ચું પેલા વહેરેલાં ઝાડની ફાચરપર ચઢી બેઠું અને પોતાની માતાને પૂછવા લાગ્યું:-“મા ! આ ખીલો શું કામ રાખ્યો હશે અહિં’’