લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫

તે સાંભળીને મગરે વિચાર કર્યો કે, આ વાંદરો હવે અથાગ પાણીમાં આવી લાગ્યો છે. તેથી મ્હારા કબજામાંથી એ હવે છુટો થઈ શકે તેમ નથી. માટે લાવ એને ખરી હકીકત કહું. એ વિચારથી ત્હેણે કહ્યું:–“મિત્ર ! તું હવે ઇશ્વરનું સ્મરણ કરી લે, મ્હારી સ્ત્રી ત્હને મારી નાંખવાની છે.”

વાંદરાને બ્હીક તો ઘણી લાગી હતી, છતાં તે હિંમત હાર્યો નહિં. તેણે સમયસૂચકતા રાખીને પૂછ્યું:–“ત્હારી સ્ત્રી મ્હને શા માટે મારી નાંખશે ?”

મગર બોલ્યો:–“મ્હારી સ્ત્રીએ તમારાં જાંબુ ખાધાં હતાં, તે એને બહુ ભાવ્યાં. એ જાંબુ તમે આપ્યાં હતાં, તે પણ એ જાણતી હતી. તેથી એણે કહ્યું:–“એ જાંબુ આપનારો પણ જાંબુના જેવોજ ખાવા લાયક હશે. એને મ્હારી પાસે લઇ આવો. મ્હારે એનું કાળજું ખાવું છે. ત્હમે જો એને અહિં નહિ લઈ આવો, તો હું મરી જઈશ. હવે શું કરવું? જો હું તમારો જીવ ઉગારૂં છું, તો મારી સ્ત્રી મરણ પામે છે. તેથી હું ત્હમને એની પાસે લઈ જાઉં છું.”

“અરે, જાઓ મ્હારા ભાઈ !” વાંદરાએ જવાબ દીધો, “એમાં શી વીસાત છે ? પણ પહેલેથીજ એ વાતનો ખુલાસો કરવો હતો ને ? મ્હેં તો મ્હારૂં કાળજું જાંબુડીની બખોલમાં મુકી રાખ્યું છે. મ્હારી સાથે તો ફકત મ્હારૂં હૃદયજ લેતો આવ્યો છું.”

મૂર્ખ મગર બોલ્યો:–“ત્હમારા કાળજાં વગર તો નહિ ચાલે; મ્હારી સ્ત્રી તોફાન મચાવશે. ચાલો, આપણે જઈને લઈ આવીએ.” એથી તેઓ પાછા ફર્યા અને થોડી