તે શશલો કાલાવાલા કરતા કહેવા લાગ્યો:–“એમાં મ્હારો વાંક નથી. રસ્તે થઈને આવતાં બીજા એક સિંહે મ્હને રોકી રાખ્યો હતો. ત્હણે કહ્યું:–‘આ વન તો મ્હારૂં છે. તમે રોજ ભાસુરકને કેમ અક્કેકું જનાવર મોકલી આપો છો ? ભાસુરક તો ચોર છે.’ એમ કહીને તે મ્હને આવવા દેતો ન હતો. તેમ છતાં હું જેમ તેમ કરીને અંહી નાસી આવ્યો છું.”
તે સાંભળીને ભાસુરક બોલી ઉઠ્યો:–“એમ હોય તો તે સિંહ મ્હને ઝટ દેખાડ. હું ત્હેનો જીવ લીધા વગર નહિ રહું.”
શશલાએ ત્હેને વધારે ઉશ્કેરવાની મતલબથી કહ્યું:– “અરે, એ સિંહ તો આપના કરતાં વધારે બળવાન છે. અને પાછો કિલ્લામાં ભરાઇ રહ્યો છે. માટે આપના હાથમાં આવવો મુશ્કેલ છે.”
ભાસુરક વધારે ગુસ્સે થઇને બોલ્યો:–“એ બધી વાત જવા દે. એકવાર મ્હને એ ક્યાં છે તે બતાવ. પછી તું જોજે કે હું એનો નાશ કરૂ છું કે નહિ.”
શશલાએ કહ્યું:–“એમ હોય તો ચાલો. હું આપને બતાવું,” એમ કહીને શશલો ત્હેને એક કૂવા આગળ લઈ ગયો અને કહેવા લાગ્યો:–“મહારાજ ! આપને આવતા જોઈને એ સિંહ આ કિલ્લાની અંદર ભરાઈ ગયો છે.” તે મૂર્ખ સિંહે કૂવાની અંદર નજર કરી તો પોતાનોજ પડછાયો તેમ જોવામાં આવ્યો. એણે જાણ્યું કે આજ મ્હારો દુશ્મન સિંંહ છે. તેથી એ જોરથી ગર્જના કરવા લાગ્યો. પાણીમાં તેને