લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫

એક પક્ષી પણ ત્યાંજ બેઠું હતું. વાંદરાઓની આ વાતચીત ત્હેણે સાંભળી. તે બોલી ઉઠ્યું:–“જ્યાં બેઠા છો, ત્યાંંજ બેસી રહો. એ તો આગીયા છે. એમનાથી હુંફ નહિ વળે.”

મૂર્ખ વાંદરાઓએ કહ્યું:–“શું એમનાથી હુંફ નહિ વળે ? શુ દેવતાથી તાપણી નહિ કરાય ?”

પક્ષી બોલ્યું:–“હા, હું એમજ કહું છું. એ જીણા જીણા તણખા જેવું જણાય છે તે દેવતા નથી, એ તો આગીયા છે.”

વાંદરાઓ ચ્હીડાઇને બોલી ઉઠ્યા:–“શું તું અમારી મજાક કરે છે ? ઉભો રહે; બચ્ચા! હમણાં ત્હારી ખો ભૂલાવીએ છીએ.” એમ કહીને તેઓ એકદમ તે પક્ષીના ઉપર તૂટી પડ્યા અને તેને મારી નાંખ્યું.

સાર:–‘અણબોલાવ્યું બોલે તે તણખલાનાં તોલે.’ વગર માંગ્યે શીખામણ અગર સલાહ આપવી એ સલામતીભર્યું નથી.


૧૧. વાઘના ચામડામાં ઢંકાએલો ગધેડો.
જાતિ સ્વભાવ બદલાતો નથી. વિનાશકાળે વિપરીતબુદ્ધિ.

કોઇ એક ગામમાં એક ગરીબ ધોબી રહેતો હતો. ત્હેને ત્યાં એક ગધેડો હતો. તે ગધેડાને ખાવાનાં સાંસા પડતા હતા. તેથી તે ઘણો દુબળો પડી ગયો હતો. ધોબી પણ ઘણો ગરીબ હતો, તેથી એને પેટ પૂરતું ખવડાવી શકતો નહિ. એક દિવસ વાઘનું ચામડું તે ધોબીને હાથ આવ્યું. ત્હેણે એ ચામડું પેલા ગધેડાને પહેરાવી દીધું. પછી તેને ખેતરમાં ચરવાને છુટ્ટો મુકી દીધો.

ગામના લોકો તેને ખરેખરો વાઘ જાણીને, તેને જોઈને મૂઠીવાળીને નાસી જતા. આથી તે ગધેડાને મન માન્યું ચરવાની મજા પડતી. દરરોજ તે વાઘનું ચામડું