પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભયંકર અવાજ એણે અગાઉ કદી સાંભળ્યો નહતો. તેથી એનું આખું શરીર ભયથી ધ્રૂજવા લાગ્યું; વડના ઝાડની નીચે બેસીને તે વિચાર કરવા લાગ્યો, આવા ભયંકર અવાજ કોણ કરતું હશે ? ખરેખર એ કોઈ જંગી પ્રાણી હોવું જોઈએ. ખરૂ જોતાં એ ગર્જના સંજીવક કરતો હતો, પરંતુ પિગલકને તે વાતની ખબર નહતી. એ તો ભયથી આભોજ બની ગતો હતો. તેજ ક્ષણે એક શિયાળ જંગલ- માંથી નીકળીને ત્યાં આગળ આવી પહોંચ્યો. પેાતાના બેઉ હાથ જોડીને પિંગલકની સામે ઉભો રહ્યો. તે દેખીતી રીતે પિંગલકની મહેરબાની મેળવવા માંગતો હતો. પિગલકે તેને પૂછ્યું, ત્હારે શું જોઇએ છે ” આપ નામદારને મદદ કરવાની મારી ઇચ્છા છે,’ લુચ્ચા શિયાળે જવાબ આપ્યો. સિંહ ગાજી ઉઠયો:-મ્હને મદદ કરશે ! નાનકડો શિયાળ તે વળી સિંહને શું મદદ કરવાનો હતો ? ચાલ્યો જા, નહિ તો હું તને મારી નાંખીશ.’ શિયાળ કાલાવાલા કરીને કહેવા લાગ્યો:–“અરે રાજા સાહેબ ! મ્હને શિયાળ સમજીને આમ મારો તિરસ્કાર આપે કરવો ના જોઈએ. અલબત્ત હું આપના જેવો જોરાવર નથી. આપના જેવું પરાક્રમ કરવાની મ્હારામાં શક્તિ નથી. તોપણ તેટલાથીજ હું નાલાયક ઠરતો નથી. કેટલીકવાર નિર્બળ પશુ સબળને સહાય કરી શકે છે. જે ઉપયોગી કામ કરી શકે છે, તેજ ઉ૫યેાગી છે. કીડામાંથી રેશમ, પત્થરમાંથી સોનુ' અને કાદવમાંથી કમળ ઉત્પન્ન થાય છે. ગુણવાનના ઉત્તમ ગુણોજ વખણાય છે, જેણે કામ કર્યું. તેણે તો કામણ કર્યું એમજ સમજવું. ”