પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૭
સંસ્કાર.

એક સમયે સામટી સાધી શકે છે, ને તે વસ્તુ બ્રહ્મચર્ય છે. એ કઈ સમય નથી, એવી કોઈ વય નથી, કે જ્યારે બ્રહ્મચર્ય ન પાળી શકાય, આખો જન્મારો પાળવું હોય તો પળાય, પણ સમાવર્તન થતા સુધી તો અવશ્ય તે પાળવું જ જોઈએ. તમે જે જનોઈ જોયું છે ત્યાં આમાંની કશી વાત હતી ? નવ કે છત્રીસ વર્ષનો આખો વિધિ અર્ધા કલાકમાં જ પૂરો થતો જોઈ તમે તે દિવસે તે કશું નહિ વિચાર્યું હોય, પણ હવે તમને કેટલો ખેદ થશે? તમને કોઈ કહેશે કે ભણવા માટે તો લોકો જાય છે, કોલેજોમાં રહે છે, તો તે વાત ખરી છે; પણ બહ્મચર્ય અને ધર્માચાર કોણ પાળે છે ? ટોઈ નહિ. ને ખરી આવશ્યક વાત તો એ બે જ છે. તેના વિના સિદ્ધ થતી નથી, ખરું જ્ઞાન આવતું નથી, શરીર સારું રહેતું નથી, સંસાર પણ સુધરતો નથી.

તમે કહેશે કે આ તો પુરૂષ માટેની વાત થઈ, પણ સ્ત્રીઓને એમ કરવાનું કયાં છે? ઘણાક વિદ્વાનો આજ કાલ એમ ધારે છે કે સ્ત્રીઓએ પણ, જેવી રીતે આ સંસ્કાર પુરૂષો માટે ગુરૂ પાસે રહી પાળવાનો કહ્યો છે, તેમ પાળવો પણ એટલું તે નકકી જ છે કે શાસ્ત્રમાં એવો નિયમ છે જે પુરૂષોને જેમ ઉપનયન છે તેમ સ્ત્રીઓને વાગ્દાન છે, ને પુરૂષોને સમાવતન છે, તેમ સ્ત્રીઓને પણ વિવાહ એ એક રીતે સમાવર્તન જ છે. એટલે કે વચમાંના બ્રહ્મચર્યાદિ ચાર વ્રત કન્યાઓને પણ બહુ સારી રીતે પાળવાનાં છે, ને ધમચારપૂર્વક વિદ્યાભ્યાસ કરવાનો છે. ભેદ માત્ર એટલો જ છે કે તેણે દંડયજ્ઞોપવીતાદિ ચિન્હ ધારણ કર્યા વિના જ, બીજા ગુરૂને બદલે પતિને, કે પોતાનાં માતાપિતાને જ, ગુરૂ કરવા. માતપિતા જેને સોપે તે પણ ગુરૂ થાય.

કન્યા અને વરના વય પરત્વે શાસ્ત્રકારોનો એવો સર્વાનુમતે નિયમ જણાય છે કે, ત્રીશ વર્ષના પુરૂષે બાર વર્ષની કન્યાને પરણવું. ને ઉતાવળ હોય તે ચોવીશ વર્ષનાએ આઠ વર્ષની કન્યાને પરણવું, પણ આ પાછળનો નિયમ મુખ્ય નિયમ નથી, કેમકે એવી સીમા નિર્ધારણ કરેલી છે કે કન્યા પિતાને ઘેર રજોદર્શન પામે તો દોષ છે તે પૂર્વે, એટલે, આપણે દેશ કાલ વિચારતાં અગીયાર ને બારની વચ્ચે લગ્ન થઈ શકે. પરણવાનું બાર વર્ષે થાય, પણ વાગ્દાન આઠ અથવા પાંચ વર્ષે કરી શકાય છે; ને તે વાગ્દાન પતિ નાસી જાય, મરી જાય, સંન્યાસી થાય, અશકત જણાય, પતિત થાય, તો બીજાને થઇ શકે છે. વયના નિયમ ભેગો ગુણનો પણ નિયમ શાસ્ત્રકારોએ કર્યો છે. કન્યા બ્રહ્મચર્ય પાળનારી, શરીર અને મનના સારા ગુણવાળી,