પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૫
સન્નારી-દમયંતી.

સર્વને દેખતાં છતાં દેખાતી નથી. ચાલતાં એક અજગરના મોઢામાં પગ પડયો. તેણે તેને ગળવા માંડી, પણ એક પારધીએ અજગરને મારી તેને ઉગારી. નીચ જાતની નીચ બુદ્ધિજ થઈ; તેણે સતીને પરણવાનો આગ્રહ કરવા માંડયો. દમયંતીએ બહુ સમજાવ્યો પણ સમજ્યો નહિ, ને બલાત્કાર કરવા ગયો ત્યારે સતી પોતાના પવિત્રતાના રક્ષણ માટે શ્રાપ બોલી ગઈ તેથી ભસ્મ થઈ ગયો. વળી ગાંડી જેવી દોડવા મંડી, એક બાગ અને તપસ્વી દીઠાં, પણ તે તો માત્ર કલિએ રચેલી માયા હતી. પેલા પારધીનો કઈ પ્રકારે પણ ઘાત થયો તેથી, પતિના વિયોગે ભૂલથી અતિપડિત સતી જીવ તજવાના વિચારમાં હતી, તેવામાં પેલા તપસ્વીએ એને ધીરજ આપી સુવાડી, જાગીને જુવે છે તો વાડી કે તપસ્વી કાંઈ નથી, એક નદીને કિનારે પડી છે. ત્યાં વેપારીઓના સાર્થ ભેગી થઈ ગઈ, તેથી તેની સાથે ચાલવા લાગી. પણ જંગલી હાથીના ટોળાએ તે સાર્થ વણસાડી નાખ્યો, તેથી વેપારીઓએ પણ તેને કેાઈ જક્ષણી જાણી હાંકી કાઢી. જતાં જતાં એજ નદીએ પાણી ભરવા આવેલી દાસીઓ તેને તે ગામ જેનું નામ ચેદીપુર હતું તેને રાજવાળામાં રાજમાતા પાસે લઈ ગઈ, ને દુઃખીઆરી જણી તેમણે તેને દાસી કરીને કામ કરવા રખાવી.

દમયંતીના પિતાએ પોતાના જમાઈ અને પુત્રીનો વૃતાન્ત સાંભળી અતિ ખેદ કરવા માંડ્યો, અને ચારે દિશામાં બ્રાહ્મણોને શોધ કરવા મોકલ્યા. ફરતે ફરતે સુદેવ ચેદીપુરમાં આવ્યો, ને ત્યાં તેણે દમયંતીને કપાલ ઉપરનાં ચિન્હથી ઓળખી. પછી સુદેવ અને દમયંતી પરસ્પર રુદન કરતાં વાતો કરવા લાગ્યાં, અને રાજમાતા તથા રાજા પણ ત્યાં આવ્યાં. એ રાજમાતા દમયંતીની માશી થતી હતી, તે વાત હવે સુદેવે દમયંતીને ઓળખાવ્યાથી જાણવામાં આવી, અને દમયંતીને દાસીપણું કરાવ્યું તેથી તે બહુ ખેદ પામી. પછી સુદેવ અને દમયંતી માશીની રજા લઈ વિદર્ભ ગયાં ત્યાં પછી દમયંતીએ પાછા બ્રાહ્મણોને નલની શોધ માટે પોતાના પિતા પાસે મેકલાવ્યા, તેમને એણે એમ શીખવ્યું કે બધે આ પ્રમાણે ટેલ નાખવી “ હે ધૂર્ત ! અરણ્યમાં ઉધી ગયેલી અનુરક્ત પ્રિયાને વસ્ત્રાર્ધ પડી મૂકી, કયાં જતા રહ્યા ? એનું એજ વસ્ત્રાર્ધ ધારણ કરી તે વાટ જુવે છે. એવી શોકમાં રૂદન કરતીના ઉપર કૃપા કરો ! અથવા આનું ઉત્તર આપે.” આવી ટેલ નાખતો એક બ્રાહ્મણ ઋતુપર્ણના દરબારમાં આવ્યા, ત્યાં કોઇએ ઉત્તર આપ્યું નહિ. પણ બાહુક હયશાલામાંથી બહાર આવી બોલ્યો “ ગમે તેવી વિષમ દશામા આવી પડે તો પણ