પૃષ્ઠ:Bansari.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂનીની કબૂલાત: ૨૧
 

નહિ, હસતે મોંએ તે લોકોના ટોળા ભણી જોયા કરતો, અને શૉફરને ધીરજ આપતો કે 'હરકત નહિ. ધીમે ધીમે ચલાવાશે.'

ટોળું જોઈને બંસરીના બંગલામાંનો કોઈ માણસ બહાર નીકળ્યો હશે તેને જ્યોતીન્દ્રે ઓળખ્યો, અને પાસે બોલાવી કહ્યું :

‘પેલા શંકરને પાણીનો એક ઘડો લઈને મોકલજે. એન્જિન બહુ ગરમ થઈ ગયું છે.’

એટલું કહી તેના હાથમાં તેણે રૂપિયો મૂકી દીધો. નોકરે ખુશ થઈ જણાવ્યું :

‘અરે, એમાં શંકરનું શું કામ છે ? હું જ ઘડો લઈ આવું.’

‘નહિ નહિ, શંકરને જ મોકલ. એને મોટર ચલાવતાં પણ આવડે છે.’ જ્યોતીન્દ્રે કહ્યું.

'તે એને મોકલું; પણ હજી શંકરને મોટર ચલાવતાં ભાળ્યો નથી. એટલું કહી નોકર અંદર ગયો. જરા વારમાં એક ઘડો પાણીનો લઈ શંકર બહાર આવ્યો, અને મોટરની પાસે આવી ઊભો. જ્યોતીન્દ્રે કાંઈ ઇશારત કરી એટલે શૉફર આજુબાજુ ભેગા થયેલા લોકોને દૂર કર્યા, અને ઘડામાંથી પાણી લઈ એન્જિનમાં ઉમેર્યું.

જ્યોતીન્દ્રે દરમિયાન શંકરને પાસે બોલાવ્યો અને પૂછ્યું : 'તને મોટર ચલાવતાં આવડે છે, ખરું ?’

'ના ભાઈ !'

‘પછી પેલી વાત યાદ છે ને ?’

'શી ?'

‘સુરેશનું નામ તારે દેવું જ નહિ. શું લઈશ ? બોલ.' કહી પછી જ્યોતીન્દ્રે ખિસ્સામાંથી નોટો કાઢી. શંકાની ઝીણી આંખો ચારે પાસ ફરી, જાણે કોઈની શોધ શંકર કરતો હોય એમ લાગ્યું. જ્યોતીન્દ્રે નોટોવાળો હાથ શંકર તરફ લંબાવ્યો. પાસે કોઈ હવે હતું નહિ. શંકરે પછી ખાતરી કરી જેવો પોતાનો હાથ લાંબો કર્યો તેવો જ તેણે તે પાછો ખેંચી લીધો. એક જણ મોટરની પાછળથી નીકળી આવ્યો અને શંકરને વાંસે હાથ લગાડી જરા ગુસ્સામાં બોલી ઊઠ્યો :

‘શંકર ! ઘરમાં કામ નથી ? આ વખતે બધાંને નવડાવવાં મૂકી અહીં શું કરે છે ?’

શંકર નોટો લેવાનું ભૂલી જઈ એકદમ ઘડો લઈ બંગલામાં ચાલ્યો ગયો. પેલો માણસ ઉપર શૉફર એકદમ તૂટી પડ્યો, અને બંને વચ્ચે