પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
બાપુનાં પારણાં
 


આગેવાન આાંધળા જેના -


શે'ર દિલ્લીમાં એક દી' ઊઠી કારમી હાલકલોલ;
દસ દિશાએ ધૂળના ડમ્મર; વાગતા આવે ઢોલ;


આગેવાન ત્રણસો આવે
ટેલીગ્રાફ તાર ધ્રુજાવે.

આગેવાન આંધળા જેના, ૫
કટક એનું જાય કુવામાં.ત્રણસોએ જ્યારે તાળીઉં પાડીને જીભનો દીધો દમ,
'વૉય મા!' કહીને આંખ મીંચી ગૈ હાકેમ કેરી મઢમ,


ચર્ચિલને તાવ આવી ગ્યો,
માંદો રૂઝવેલ્ટ પડી ગ્યો — આગેવાન૦ ૧૦ત્રણસો નેતા ટાંપીને બેઠા, મોકલી દૈ ઠરાવ,
છાપેલ એક પતાકડું આવ્યું, 'ઘર ભેળા થૈ જાવ !'


આગેવાને આમળી મૂછ્યું :—
'અમે તો ધારી મૂકયું’તું' — આગેવાન૦