આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
બાપુનાં પારણાં

જી રે બાપુ ! તમને કરાવી-પારણિયાં,
હું થઈ ઉપવાસણી રે જી.
જી રે બાપુ ! ગોઝારા અમારા આંગણિયાં,
હું દેવી થઈ છું ડાકણી હો જી.
જી રે બાપુ ! નુગરી મને આપે માનેલી, ૫
મેં સંઘર્યાતા ઓરતા રે જી.
જી રે બાપુ ! જાતને જ નહિ મેં તો જાણેલી,
ધોખા એ હિયે ધીકતા હો જી.