પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
બાપુનાં પારણાં
 


જવાલામુખી એને કાળજે રે,
એની આાંખમાં અમૃતધાર – ૫
એવો કોઈ માનવી આવે.
ભેળાં કાળનોતરાં લાવે–માતા૦

સૂતો રે હોય તો જાગજે સાયર !
ઘેર આવે પ્રાણાધાર;
હૈયે તારે બાંધ હિંડોળા,
મોભી મારો ખાય બે ઝોલા–માતા૦ ૧૦

ધૂળરોળાણાં એ મુખ માથે વીરા,
છાંટજે શીતળ છોળ;
પ્રેમથી પાહુલિયા ધોજે !
આછે આછે વાયરે લ્હેજે–માતા૦

તારા જેવાં એના આતમાનાં ગેબી
હિમ અગાધ ઉંડાણઃ
ત્યાં યે આજે આગ લાગી છે ૧૫
ધુંવાધાર તોપ દાગી છે.–માતા૦

સાત સિંધુ તમે સામટા રે !
એની ઓલવાશે નહિ ઝાળ,