પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 હું અત્યારે ભાગવું છું તે મારે મન તે કેવળ સેવાધર્મ છે. અને જો હું એવું જોઈ શકીશ કે બારડોલીના સત્યાગ્રહીઓના દુ:ખમાં આર્થિક મદદ આપવા ઉપરાંત વધારે અસરકારક ભાગ હું લઈ શકું છું તો તમે જાણજો કે હું પાછો નહિ પડું.

ગાંધીજીએ લખ્યું :

વિઠ્ઠલભાઈ પટેલનો પત્ર મારે હાથ આવ્યો છે, તે જોઈ કોનું હૃદય નહિ ઊછળે ? પણ જે આશાએ તે પત્ર શ્રી. વિઠ્ઠલભાઇએ લખ્યો છે તે આશા સફળ કરવી બારડોલી સત્યાગ્રહીઓના જ હાથમાં છે.”

બારડોલી સત્યાગ્રહીઓને તો પોતાની ટેક ઉપર અડગ રહેવા સિવાય બહુ કરવાપણું રહ્યું નહોતું. પણ એ પત્રથી બારડોલીમાં તેમજ બહાર ઘણાંખરાંનાં હૃદય ઊછળ્યાં. શ્રી. નરિમાન અને બાલુભાઈ દેસાઈ ( મુંબઈ નગરના ), શ્રી. નારણદાસ બેચર, ( કરાંચીના ), શ્રી. જયરામદાસ દોલતરામ ( હૈદરાબાદના ) સભ્યોએ ધારાસભામાંથી પેાતાનાં સ્થાનનાં રાજીનામાં આપ્યાં. આ ના. વિઠ્ઠલભાઈના પત્રના સુફળરૂપે જ ગણીએ તો ખોટું નથી. હવે પછીના પ્રકરણમાં જોશું કે બીજા જાહેર કામ કરનારાઓને પણ એ પત્રે જાગૃત કર્યા. પણ જાહેર કામ કરનારા મહાપુરુષોના કરતાં નાનકડા માણસોએ જે રીતે બારડોલીના યજ્ઞમાં ભાગ લીધો તે વધારે આશ્ચર્ય પમાડનારો હતો. શ્રી. જયરામદાસે ૧૨ મી જૂનનો દિવસ ‘બારડેાલી દિન’ તરીકે સૂચવ્યો હતો, અને મહાસભાના પ્રમુખે એ સૂચનાને વધાવી લીધી હતી. એ દિન આવે તે પહેલાં તો બારડોલી તાલુકાના ૧૩ પટેલો અને ૧૧ તલાટીઓએ રાજીનામાં આપી દીધાં હતાં. આ બલિદાનનો મહિમા આ નોકરોની સ્થિતિ ન જાણનારને પૂરેપૂરો ન સમજાય. વાચકે યાદ રાખવાની જરૂર છે કે સને ૧૯૨૧ની સાલમાં જ્યારે બારડોલી સવિનય ભંગને માટે તૈયાર થયું હતું ત્યારે પણ કોઈ તલાટી પેાતાનું રાજીનામું લઈ ને આગળ આવ્યો નહોતો. ૨૦ થી ૨૫ વર્ષ સુધીની નોકરી કરી પેન્શનને લાયક થયેલા આ તલાટીઓ પોતાના નાના પગારની નોકરીનાં રાજીનામાં આપે, અને તે પણ સરકારની નીતિને સખત શબ્દોમાં વખોડી

૧૬૮