પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩ મું
આરોપી ન્યાયાધીશ બન્યા
 

 વિસરાવા માંડ્યા છે — શાંતિની વાતો હવે શાંત થવા માંડી છે અને લડાઈ અને લોહીલુહાણના ગંભીર ધ્વનિ એ પરદુ:ખોત્પાદક ઋષિઓને મુખેથી કાને પડવા માંડ્યા છે. ગોળીબાર અને હાડકાંનાં ખાતરો વગેરે વાતો શાંતિના ઉપાસકોને મુખેથી નીકળવા લાગી છે.’

પણ ખબરખાતાના વડા અને કલેક્ટરને શું કહીએ જ્યારે પ્રાંતના ગવર્નર સરકારની એટલે સરકારી અમલદારોની નીતિનો ખાસ વિસ્તીર્ણ બચાવ કરવા નીકળી પડે છે, અને તે બચાવ કરતાં પરિણામે ઊલટો સરકારને જ દોષપાત્ર સિદ્ધ કરે છે. આનું જરા વિસ્તારથી વિવેચન કરવું જરૂરનું છે.

મુંબઈના ઍડવોકેટ અને ધારાસભાના સભ્ય શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેમને વિષે વધારે વીગતવાર ઉલ્લેખ આવતા પ્રકરણમાં આવશે તેઓ આ લડતમાં રસ લેનારા જાહેર પુરૂષોમાં અગ્રગણ્ય કહેવાય. મે મહિનાની આખરે એમણે સર લેસ્લી વિલ્સનને બારડોલીની ઘટનાઓને વિષે ઘણા કાગળો લખેલા, અને લખતાં આરંભમાં જણાવેલું કે પોતે રાજબંધારણમાં માનનાર તરીકે કાગળ લખે છે, ‘કર ન ભરનાર અસહકારી તરીકે નહિ.’ આવી રીતે પોતાની સ્થિતિની ચોખવટ કરવાને લીધે જ કદાચ એમને નામદાર ગવર્નરની પાસેથી લાંબા કાગળો મળી શક્યા. શ્રી. મુનશીએ ગવર્નરને વીનવ્યા હતા કે તેઓ આ બાબતમાં વચ્ચે ન પડે તો બારડોલીના મુદ્દો છે તેના કરતાં બદલાઈ જશે. ગવર્નરે એક તરફથી શ્રી. મુનશી લોકમત તરફ ન ઢળે એ હેતુથી તેને રીઝવવા સારુ લાંબી દલીલના કાગળ લખ્યા, અને બીજી તરફથી પોતાના કાગળોમાં સહેજે સિદ્ધ થઈ શકે એવાં અસત્ય ચીતરી લોકો ને ખોટા પાડવા પ્રયત્ન કર્યો. બારડોલીનો મુદ્દો બદલાઈ ન જાય એટલા માટે શ્રી. મુનશી ના. ગવર્નરને વચ્ચે પડવાની વિનંતિ કરે છે, ના. ગવર્નર મુદ્દાને અવળો વાળીને કહે છે : ‘બારડોલીમાં સવિનય ભંગનું શસ્ત્ર ઉગામીને સરકારને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.’ જે વસ્તુ લોકો તરફથી, સરદાર તરફથી, ગાંધીજી તરફથી અનેક વખત સ્પષ્ટ કરવામાં આવી હતી તેના

૧૯૧