પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 સિમલામાં વલ્લભભાઈને દેખતાંની સાથે જ ‘ભલે પધારો બારડોલીના સરદાર ! તમે ઈતિહાસ ઘડ્યો છે’ એમ બોલીને ભેટી પડતા સ્વ. લાલાજીની મૂર્તિ હજી નજર આગળ તરે છે.

પંડિત મોતીલાલ નેહરુએ આ સમાધાનને કે ‘સુંદર વિજય’ કહીને ગાંધીજી અને શ્રી. વલ્લભભાઈ ને અભિનંદન આપ્યું.

શ્રી. રાજગોપાલાચારીએ લખ્યું : “ખરેખર આ વિજય અદ્ભુત છે, અને જે રીતે આ પરિણામ આવ્યું તે જોઈને મને બહુ આનંદ થાય છે. ગાંધીજીએ લખ્યું છે તેમ હજી તો બહુ કામ કરવાનું છે. હું આશા રાખું છું કે આખરે ખેડૂતોને ન્યાય મળશે જ. પરંતુ રાષ્ટ્રીયતાની અને નીતિની દૃષ્ટિએ વિજય મળી જ ચૂક્યો છે. આપણા દેશના ઇતિહાસમાં વલ્લભભાઈનું કાર્ય બહુ ભારે છે.”

પંડિત મદનમેહન માલવીયજીએ વલ્લભભાઈને અભિનંદન આપતાં કહ્યું : “સત્યાગ્રહની એક સચોટ જીત ચંપારણમાં થઈ હતી. બીજી અને તેના જ જેવી મહાન જીત બારડોલીની છે.”

શ્રી. કનૈયાલાલ મુનશીએ તાર કર્યો : “આપણા દેશના જાહેર જીવનના ઇતિહાસમાં અતિશય ઉજ્જવળ વિજય માટે અભિનંદન.”

શ્રી, સત્યમૂર્તિનો તાર હતો : “હાર્દિક અભિનંદન. સ્વરાજ્યના એકમાત્ર માર્ગમાં તમે આગેવાન થયા છો.”

શ્રી. શુભાશ બોઝે તારથી જણાવ્યું : “આ યશસ્વી વિજય માટે તમારી સાથે સારું હિંદ આનંદ અનુભવે છે. સત્યાગ્રહીઓ અને તેમના નેતાને વંદન.”

મૌ. શૌકતઅલી અને શ્વેબ કુરેશીએ ‘આપણા બહાદુર ભાઈઓ, સરદાર અને સાથીઓને’ તારથી અભિનંદન આપ્યા.

મિ. રિચર્ડ ગ્રેગે ગાંધીજી ઉપરના કાગળમાં લખ્યું: “બારડોલીના ખેડૂતોને, આપને અને શ્રી. વલ્લભભાઈ પટેલને હાર્દિક અભિનંદન. લડત ભવ્ય હતી અને સંગઠનની દૃષ્ટિએ તો આખા દેશને એક અસરકારક દૃષ્ટાન્તરૂપ તે થઈ પડશે. કિંમત તો ભારે આપવી પડી, પણ વિજયનાં પરિણામ સહન કરેલાં કષ્ટો

૨૬૦