પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 મહેસૂલ નક્કી કરવાનું ઠારાવ્યું છે, અને ચોખ્ખો નફો નક્કી કરવાને માટે ગણોતના આંકડા નકામા છે; ચોખ્ખો નફો તો ખેડૂતને થતી ઉપન્નમાંથી તેને થતા ખર્ચ બાદ કરીને જ કાઢી શકાય. વળી ગણોતની ઉપર આધાર રાખી શકાતો હોય તોપણ તે તો ત્યારે જ રખાય કે જ્યારે સેટલમેંટ મૅન્યુઅલ પ્રમાણે ગણોતે આપેલી જમીનનું પ્રમાણ બહુ મોટું હોય. મિ. ઍંડર્સને બારડોલી તાલુકામાં ૩૩ ટકાથી તે ૫૦ ટકા સુધી જમીન ગણોતે અપાયેલી છે એમ કહ્યું છે તે તદ્દન કપોળક્લ્પિત છે અને માંડ ૬ –૭ ટકા જમીન ખરી ગણોતે અપાઈ છે.

આરંભના ૧૦–૧પ દિવસ તો અમને એમ લાગ્યું કે બંને અમલદારોની મૂંઝવણ એ હતી કે આ તપાસ કરવી શી રીતે ? પહેલે જ દિવસે જે ગામ તપાસ્યું ત્યાંનાં ગણોતના આંકડામાં ભારે ગોટાળો તેમને જણાયો. ગણોતના જેટલા આંકડા હોય તેમાંથી શુદ્ધ ગણોતના આંકડા તારવવા જોઈએ એવી સેટલમેંટ મૅન્યુઅલમાં સેટલમેંટ અમલદારને સૂચના છે. એ રીતે આંકડા તારવવામાં આવે તો મૂળ આંકડા કરતાં એ આંકડા ઓછા થાય. હવે શ્રી. જયકરનો દાવો એ હતો કે એમણે તો બધાં જ ગણોતના આંકડા તપાસેલા અને તારવેલા. પણ પહેલે જ દિવસે અમે તપાસ કરનારા અમલદારોને બતાવી આપ્યું કે શ્રી. જયકરના આંકડા તો તારવી કાઢ્યા વિનાનાં કુલ ગણોતના આંકડા કરતાં પણ વધારે છે. તેમને આશ્ચર્ય તો થયું, પણ શું કરે ? તેમણે પોતાના શિરસ્તેદાર પાસે ફરીથી બધાં દફતર તપાસાવીને કુલ ગણોતે અપાયેલી જમીન તપાસવરાવી. એનું પરિણામ કેવું આવ્યુ તે કમિટીના અમલદારો પોતાના જ રિપોર્ટમાં આ પ્રમાણે જણાવે છે :


જયકરના આંકડા (શુદ્ધ તારવેલાં ગણોતના)

જમીન ક્ષેત્રફળ આકાર ગણોત
એકર ગુંઠા રૂા. આ. રૂા. આ.
જરાયત ૧૨૭―૧૬ ૫૭૪―૪ ૧૮૨૧―૮
ક્યારી ૪૯―૧૪ ૩૯૭―૧ ૨૩૪૬―૦
૩૦૨