પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લડત કેમ મંડાઈ?
 


રાહત આપવાની ફરજ પડેલી, અને અંતે એટલેથી પણ ન અટકતાં પાછળથી જ્યારે સ્થિતિ છેક કથળી ગઈ ત્યારે બે તાલુકાઓમાં તો ફેરઆકારણી પણ કરવી પડેલી.

(ગ) ઇલાકાના સારામાં સારા જિલ્લાઓના લોકવસ્તીના તેમજ પશુધનના આંકડા જોતાં મજકૂર જિલ્લાઓની આબાદી ઘટતી જઈ દિન પ્રતિદિન તેમનાં હીર ચુસાતાં જાય છે એમ જ માલુમ પડે છે. નીચલા આંકડા સરકારી વસ્તીગણતરી તેમજ ખેતીવાડીના અહેવાલમાંથી ટાંકું છું :

જિલ્લો
વસ્તી
ખેતીઉપયોગી ઢોર
૧૮૯૧ માં ૧૯૨૧ માં ૧૮૮૫-૮૬ માં ૧૯૨૪-૨૫ માં
અમદાવાદ ૯,૨૧,૫૦૭ ૮,૯૦,૯૧૧ ૧,૫૯,૩૯૦ ૧,૬૭,૯૨૫
ભરૂચ ૩,૪૧,૪૯૦ ૩,૦૭,૭૪૫ ૬૭,૬૩૧ ૫૬,૯૯૫
ખેડા ૮,૭૧,૭૯૪ ૭,૧૦,૪૮૨ ૧,૫૭,૭૪૪ ૧,૦૪,૧૬૩
સૂરત ૬,૪૯,૯૮૯ ૬,૭૪,૩પ૭ ૧,૪૬,૫૨૦ ૧,૧૨,૬૦૩

સૂરત જિલ્લાની વસ્તીમાં સહેજ વધારો દેખાય છે એ હું કબૂલ કરું છું. પણ એ આંકડો વાંચનારના મનમાં સાથે સાથે એ સવાલ પણ અહીં ઊભો કર્યા વગર નથી રહેતો કે શું આ જિલ્લાને પણ બીજા કસહીન જિલ્લાઓની હારમાં બેસાડવાનો ઇરાદો તો નવા મહેસૂલવધારાના મૂળમાં નહિ હોય ?

(પ) ખેડૂતોની વધતી જતી કરજદારીની દૃષ્ટિએ લેવામાં આવેલા વાંધાને સરકારી ઠરાવમાં અવગણનાપૂર્વક ઉડાડી દેવામાં આવ્યો છે. બિનસરકારી તપાસમાંથી એવું જણાયું છે કે આગલી આકારણી વખતે બારડોલી તાલુકાની વસ્તી ઉપર ૩૨ લાખ રૂપિયા જેટલું કરજ હતું, જ્યારે આજની કરજદારીનો આંકડો એક કરોડ રૂપિયાની આસપાસ થવા જાય છે.

૪. તમે જ જણાવો છો કે સેટલમેંટ ઑફિસરે પોતાની તપાસ ‘આ ઇલાકાના મહેસૂલતપાસના કામની પરંપરાને ચુસ્તપણે વળગી રહીને’ કરેલી. આ બાબતમાં ખેડૂતોના પ્રત્યક્ષ પ્રસંગમાં આવીને બારીક તપાસ કર્યા પછી હું કહી શકું છું કે મજકૂર તપાસણીઅમલદારે નામ લેવા જેવી કશી જ પૂછતપાસ કરી નહોતી, માત્ર પટેલતલાટીઓ પાસેના દાખલાઓ ઉપર જ આધાર રાખીને પોતાનો રિપોર્ટ ઘડેલો, અને પરિણામે જે જાતનાં કહેવાતાં જમીનવેચાણો તેમજ ગણાતપટાઓને પોતે પોતાની ગણતરીમાંથી બાદ રાખ્યાનો તેણે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે તેવાં વેચાણો તેમજ

પટાઓ તેણે ગણેલાં છે. હું તેના મજકૂર દાવાનો ભારપૂર્વક ઇનકાર

૩૬૧