પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


વગેરે બાદ કરીએ તોપણ (કારણ ગણોતોની સામે વાંધો લેવામાં આવ્યો છે) માલના ભાવ, વેચાણ વગેરે ધ્યાનમાં લેતાં સરકારે જે વધારો સૂચવ્યો છે તે જોઈતો હતો તેનાં કરતાં ઓછો છે, અને જો ફરી તપાસ કરવામાં આવે તો મહેસૂલ કશું ઓછું થવાને બદલે ઊલટું વધારે વધવાનું પરિણામ આવશે. હું તમને ખાતરી આપું છું કે સરકારનો એક પણ સભ્ય એવો નથી કે જેની ખાતરી ન થઈ હોય કે સરકારે વધારેલું મહેસૂલ ન્યાયી જ નહિ પણ ઉદારતાભર્યું હતું. (નામદાર ગવર્નરનો શ્રી. મુનશીને પત્ર તા. ૨૯ મે, ૧૯૨૮.)

ગવર્નરનું આલ્ટિમેટમ

(૨૩મી જુલાઈએ ધારાસભા આગળ કરેલા ભાષણમાંથી ઉતારો)

ગયા બુધવારે હું સૂરત જઈ આવ્યો છું. છતાં કશું સમાધાન આવી શક્યું નથી, અને સરકારને પોતાના આખરી નિશ્ચયો બહાર પાડવામાં વિલંબ કરવો હવે ચાલી શકે એમ નથી. સરકાર માને છે, અને મને ખાતરી છે કે તમે સહુ માનવંતા સભાસદો પણ તેમાં સંમત થશો કે આવી અગત્યની બાબત વિષે ઈલાકાના લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગળ કોઈ પણ જાહેરાત કરવી ઘટે; ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનાઓના બનાવોને લીધે અને અંદાજપત્રની બેઠક વખત આ ઉપર લેવાયેલા મતને લીધે આ માર્ગ યોગ્ય છે, એટલું જ નહિ પણ એ બંધારણપુરઃસર છે; અને મારા ઓદ્ધા દરમ્યાન મેં બંધારણસર જ ચાલવાનો પ્રયત્ન કર્યો છે. આથી અત્યારની પરિસ્થિતિ વિશેના સરકારના અભિપ્રાયો અને હિંદી સરકારે બહાલ રાખેલા સરકારના ચોકસ અને વિચારપૂર્ણ નિર્ણયો આ માનવંત સભા આગળ હું રજૂ કરવાની તક લઉં છું.

હું ઈરાદાપૂર્વક કહું છું કે આ નિર્ણયોને હિંદી સરકારે બહાલી આપી છે, કારણ કે બારડોલીમાં ઊભા થયેલા મુદ્દાઓમાં વ્યાપક તત્ત્વ સમાયેલું છે અને ખરેખર એ સવાલે આખા હિંદુસ્તાનનો હોવાનું સ્વરૂપ લીધું છે. છેલ્લાં અઠવાડિયામાં આ વિષચ ઉપર જાહેર પુરુષો અને બીજાઓએ એટલાં તો વિવેચનો કર્યાં છે કે વિચારોનો કાંઈ ગૂંચવાડો થાય તેમાં કશી નવાઈ નથી. મારી સરકારે તેમના ઉપર હમેશાં ઠસાવ્યું છે કે મુદ્દાનો સવાલ સ્પષ્ટ છે — બારડોલી તાલુકાના જમીનદારોની મહેસૂલઆકારણી વાજબી છે કે ગેરવાજબી. પણ જો હમણાં અપાતાં અને લખાતાં ભાષણો અને કાગળો ઉપર તેમજ જિલ્લાના કારોબારમાં હાથ નાંખનારાં લેવાયેલાં અને હજી લેનારાં પગલાં ઉપર સરકારે જે મુદ્દાનો નિકાલ

૩૮૦