પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩

જેલ-જાત્રા



'ત્રણે જણા પાછા ગયા. જઈને સાહેબને સંભળાવ્યું કે શ્રધ્ધાનંદને પકડવો હોય તો દિલ્હીમાં ન પકડજો. બહાર લઈ જઈને પકડજો, નહિ તો તોફાન જાગશે.'

'સાહેબે કશો જવાબ ન દીધો. શરમીંદાં મેાં લઈને એ ત્રણે બહાદુરો પાછા ઘેરે સિધાવ્યા.'

'ચોથી વાર : દિલ્હીની પોલીસે પ્રસિધ્ધ કર્યું કે મને બહાર નીકળવાનો હુકમ નથી. છતાં હું તો તુરત જ પંડિત મોતીલાલ નેહરૂના નિમંત્રણથી પ્રયાગ જવા ચાલ્યો. અલીગઢ સુધી સી. આઈ. ડી.એ મારો પીછો લીધો, પણ મને કોઈએ કેદ ન કર્યો.

'પાંચમી વાર અમૃતસરની મહાસભા વખતે: અને છઠ્ઠી વાર મારી બ્રહ્મદેશની મુસાફરી વખતે : રંગુન પહોંચતાં જ સર રેજીનાલ્ડ ક્રેડોકે લોર્ડ ચેમ્સફર્ડ પાસેથી મને પકડવાની આજ્ઞા માગી. એ આખો પત્રવ્યવહાર જ કોઈ દૈવી પંખીડું મારા હાથમાં મૂકી ગયું. હું એક મહિનો બ્રહ્મદેશમાં ઘૂમ્યો, વ્યાખ્યાનો દીધાં. પચીસ પચીસ હજારની મેદની જામતી હતી. પણ મારા રહેવા દરમ્યાન બ્રહ્મદેશમાં એક પાંદડું પણ ન હલ્યું.

'ત્યાર પછી અંગ્રેજ યુવરાજના દિલ્હી ખાતેના આગમન વખતે, હડતાલ પડાવવાનાં પ્રથમ વિજ્ઞપ્તિપત્રો હિન્દુ સભા તરફથી મેં જ ચોડ્યાં. અને પં. માલવિયાજીને પ્રકટ તાર પણ કર્યો કે એ ગોમાંસ ખાનાર યુવરાજને શું મોં લઈને