પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૩૪


હિન્દુ યુનિવર્સિટી પદવીદાન કરવા બોલાવી રહી છે ! આમ છતાં પણ મને કોઈએ ન પકડ્યો.'

આખરે એ ગિરફતારીનો સહુથી વધુ ઉજ્જવલ અવસર આવી પહોંચ્યો. અકાલીઓના યુદ્ધમાં પોતે અમૃતસર જઇને ઝંપલાવવાની ઘેાષણ કરી. ૧૯૨૨ ના સપ્ટેમ્બરની ૧૧મીના રોજ સાડા પાંચ બજે એને પકડવામાં આવ્યા. અદાલતમાં એને ૧૧૭ મી કલમ પ્રમાણે એક વર્ષની, તથા ૧૪૩ પ્રમાણે ચાર માસની સાદી કેદની સજા પડી. તે જ વખતે પોતે માજીસ્ટ્રેટને કહ્યું કે 'સાહેબ, મેં પણ એક વર્ષની ભવિષ્યવાણી કરી હતી !'

જેલ-જીવનનાં સંકટો તો સ્વામીએ પોતે જ એ પુસ્તકમાં વર્ણવી દીધાં છે. ચુંકારો પણ કર્યા વગર એણે તમામ વીતકોને વેઠી લીધાં. અને પંજાબ ગવર્નર સર એડવર્ડ મેકગ્લેગને જ્યારે જેલમાં સ્વામીની મુલાકાત લઈ પ્રશ્ન કર્યો કે are you comfortable here ?-આપને અહીં ઠીક પડે છે ને ?' ત્યારે સ્વામીજીએ જવાબ વાળ્યો હતો કે “I am comfortable everywhere-મને તો સર્વત્ર ઠીક જ પડે છે !'

આખરે કારાવાસમાંથી છૂટતી વખતે એણે લખ્યું છે કે ' જેલમાંથી નીકળતી વખતે મને સારૂં નહોતું લાગ્યું. સ્વતંત્રતા બહુ પ્રિય અવસ્થા છે, અને એની પુનઃપ્રાપ્તિથી આનંદ થવો જ જોઈતો હતો. સ્થૂળ દૃષ્ટિવાળાને