પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯

મૃત્યુના પડછાયાશરવૃષ્ટિ વચ્ચે થઈને પણ રૂદ્રના ત્રિશુલ શો એ યોગી હિન્દુ જાતિની નિદ્રા ઉડાડવા ધૂમતો જ રહ્યો.

એમ કરતાં કરતાં એની કાયા હાથ ન રહી, એની તંદુરસ્તી ખળભળી ગઈ.


મૃત્યુના પડછાયા

'ભાઈઓ, મેં તમને મારૂં વસિયતનામું લખી લેવા માટે બોલાવ્યા છે. પોતાના ચાર આત્મજનોને પાસે બોલાવીને બિમાર સ્વામીજીએ અંતરની વાત કહી.

પણ સ્વામીજીની દૃષ્ટિ જ્યારે ભવિષ્યના લેખ ઉકેલતી હતી, ત્યારે આ બિચારાઓ વર્તમાનને ય પૂરો વાંચી ન શક્યા. તેઓ બોલ્યા કે “મહારાજ, દાક્તર કહે છે કે હવે કશો ડર નથી, હવે તો તમને સત્વર આરામ થઈ જશે.'

'ભાઈ ! દાક્તર તો ઐાષધિથી શબને પણ જીવતાં કરી શકે. પરંતુ મારી અંદરથી એવો અવાજ નથી ઊઠતો કે હવે હું બેઠો થઈ શકીશ. માટે વસિયતનામું લખી લો તો સારૂં.”

પણ સ્વજનોએ વાત રોળી ટોળી નાખી. પછી એમના પુત્ર શ્રી ઈંદ્ર એમને મળવા ગયા એટલે બેંકમાં જે કાંઈ થોડા રૂપિયા પડ્યા હતા તેની વ્યવસ્થા સંબંધમાં સ્વામીજીએ સૂચના દઈ દીધી અને પછી કહ્યું: