પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૪૦



'આ દેહનો કશો ભરોસો નથી ભાઈ ! હું બચું તો ઠીક છે, નહિ તો એ કામ તું કરજે, મારા ઓરડામાં આર્ય સમાજના iતિહાસની સામગ્રી પડી છે એને સાચવી લેજે, અને વખત કાઢીને જરૂર ઇતિહાસ લખી નાખજે. એક બીજી વાત પણ કહી દઉં છું. સમાજનો iતિહાસ લખવામાં મને પણ spare (માફ) ન કરતો હો ! મેં મોટી મોટી ભૂલ કરી છે. તને તો ખબર છે કે હું શું કરવા ચાહતો હતો અને ક્યાં જઈ પડી ગયો !'

આટલું કહેતાં તે સ્વામીજીનું હૃદય ભરાઈ આવ્યું અને પોતે ચુપ થઈ ગયા. વધુ ન બોલી શકયા. આંખો બંધ કરી દીધી.

* * *

'સ્વામીજી !' દાક્તર સુખદેવે કહ્યું 'આપની તબિયત હવે સારી છે હો ! થોડા દિવસમાં તો આપ ઊઠીને ચાલવા લાગશો. બે જ દિવસમાં હું આપને રોટલીની છૂટ આપીશ.'

'દાક્તર સાહેબ,' સ્વામીજીએ જવાબ દીધો, 'આપ સહુ એમ કહો છો, પરંતુ મારૂં શરીર હવે સેવાને લાયક નથી રહ્યું. આવા રોગી શરીરથી દેશનું કશું યે કલ્યાણ નહિ થઈ શકે. હવે તો એક જ ઇચ્છા છે કે બીજો જન્મ લઈને નવા દેહે આ જીવન-કાર્યને પૂરૂ કરી શકું.”

* * *

સ્વામીજીના મૃત્યુ પહેલાં બે દિવસ પર પંડિત દીનદયાલ શર્માએ આવીને મશ્કરી કરી 'સ્વામી, મારાથી માલવિયાજી