પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ


માતાજીને બાળબચ્ચાં સાથે મૂકી, પોતે એકલાએ લાહોરનો રસ્તો લીધો.

મારી બહેનના વિવાહ કરવા હતા. પણ લાહોરમાં પિતાજીનો પગાર બહુ ટૂંકો હતો. વિવાહમાં પૈસાની તંગીને લીધે નાક કપાવાનો ડર હતો. તેવામાં ૧૮૫૭નો બળવો ફાટે છે. એક કાણીઆ ટટ્ટુ પર પલાણ નાખી, પ્રભુનું નામ લઈ પિતાજી દિલ્હીનો રસ્તો પકડે છે, બળવાની માર માર કરતી ચાલી રહેલી કતલમાંથી પોતાનો માર્ગ કરી બહાદુર પિતા પોતાની સરદારી નીચેના છવ્વીસ સિપાહીઓને લઈ બળવાખોરોએ ઘેરેલા હિસારનગરમાં દાખલ થાય છે. એક સીખ સરદાર પણ પોતાના બસો સવારો લઈ, જે અંગ્રેજ સરકારે પોતાની માતૃભૂમિ પંજાબને બે વર્ષ પૂર્વથી જ દાસી બનાવી લીધેલી, તે જ અંગ્રેજ સરકારની મેખો ભારતવર્ષ પર મજબૂત કરવા માટે આવી પહોંચ્યા છે. પોતાના બસો ઘોડેસ્વારોને ગામ ફરતા ત્રણ આંટા ખવરાવી, હુમલો કરી, બળવાખોરને વિદારી, સરદાર સાહેબ આ રણમાં વિજય પ્રાપ્ત કરી, લૂંટફાટ રૂપી ઇનામ લેવા દિલ્હી ચાલ્યા ગયા, એટલે પાછળથી મારા પિતાજી બળવાખોર કોટવાળની કિરીચ કબજે કરી બળવાખોરને ફાંસી દેવરાવવાના શુભ કામમાં લાગી ગયા ! ત્યાંથી મળેલી રૂશ્વતમાંથી દીકરીના વિવાહને માટે પૂરતું દ્રવ્ય એમણે ઘેર મોકલ્યું, એટલું જ નહિ પણ ઘોડા ખરીદ કરીને