પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૧

અભય


તેવું વ્યાખ્યાન આપતાં સરકારની બાજી પર બેાલ્યા, અથવા તો લખનૌની મહાસમિતિ વેળા સ્વાતંત્ર્યવાદના દેવયુગલ જવાહર-સુભાષ પર ટીકા કરી : તે તમામમાં એ જ 'અભય' ગાજી રહ્યો છે. એ જ વજ્રટંકાર સંભળાય છે. અને એ નિખાલસપણાની રમૂજી અાંકણી પોતે સ્વયમેવ કરી કાઢી છે કે 'I have already earned a name for being tactless and indiscrect: વ્યવહારશૂન્ય અને બેવકૂફ તરીકે તો મેં ક્યારનું યે નામ કાઢ્યું છે.'

પરંતુ નિખાલસપણું-સ્પષ્ટવક્તૃત્વ એટલે ઉધ્ધતાઈ નહિ. ત્રીસ કરોડ લોકો અરધી સદી સુધી તુંડમિજાજીને પોતાની આગેવાનીની કલગી ન જ પહેરાવી રાખે. બેાલવું કંઈક અને આચરવું બીજું કંઈક, એવા દંભનાં-છલનાં શાસન આર્યાવર્ત જેવા મહાન દેશનાં મનુષ્યો પર વિશેષ ચાલ્યાં નથી. નિખાલસપણાનો અધિકાર આટલી વાતો માગી લે છે : બોલ્યા મુજબનું આચરણઃ નિઃસ્વાર્થી કારકીર્દિ : અંગત કડવાશ વિનાની ખલાડી-નીતિ : પોતાના મતસમર્થન પૂરતો વિશાળ અનુભવ અને ઊંડો અભ્યાસ : સત્ય સૂઝવાની ક્ષણે જ દોષોને સ્વીકાર : સત્ય સૂઝાડનારની સરદારી નીચે અદના સિપાહી બનીને આત્મસમર્પણને પંથે નીકળી પડવાની નિરભિમાનતા : ને સર્વોપરિ તો નિષ્કલંક ચારિત્ર, લાજપતરાયનું જીવન–સરવૈયું કાઢનારાઓ એકસ્વરે બોલી ઊઠ્યા છે કે એની કારકીર્દિમાં આ તમામ ગુણોનો સંયોગ થતો હતો.