પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨33

ઔદાર્ય


લથડતી હતી. હું સમજતો હતો કે હવે દેશને લાલાજીની ખરી જરૂર પડશે. મારૂં હૃદય બળતું હતું. મેં પૂછ્યું કે 'લાલજી, થોડાક આરામ પર ચાલ્યા જાઓને !'

મારૂં અંતઃકરણ એણે ઉકેલી લીધું. મમતાથી મારો હાથ ઝાલી મને શાંતિપૂર્વક કહ્યું, 'તું શીદને ચિંતા કરે છે બચ્ચા ? તું મૃત્યુનો ડર રાખે છે ? એ તો આપણ સહુને માટે મંડાયું છે. મને ખાત્રી છે કે મારો અંત હવે નજીક છે. મારી આશાઓ તમો-ખીલતાં પુષ્પો ઉપર અવલંબી છે. હવે તો તમારે જ યુધ્ધ ચલાવવું પડશે. મારૂં હૃદય તો હવે એકાએક ટાઢું પડી જાય છે. મને તો હવે કદી ન અનુભવેલો એવો થાક લાગ્યો છે. + + + હવે તો હું ઘેર જઈશ. મને વળી પાછાં અંધારાં આવે છે.' ભાવીને વીંધી આરપાર જતી હોય તેવી દૃષ્ટિ ફેંકી, અશ્રુભીની આંખે, લાલાજીએ મારી સાથેની છેલ્લી વાતચીત ખતમ કરી; અને મારી ચિંતાતુર મનોદશામાંથી મને હચમચાવી નાખી, માયાભર્યા નમસ્કાર કરી, એ વ્હાલા ડોસા ચાલી નીકળ્યા. હાય ! ફરી વાર એને નહોતું દેખાવું.