પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૧

શ્રદ્ધાંજલિ“He was ever a brave man, the bravest of the brave, and therefore he would wish no better death than that by which he died. “એ વીર હતા, વીરોનો પણ વીર હતો. અને આના કરતાં બીજું કયું બહેતર મૃત્યુ એ માગી શકત !”

[દીનબંધુ એન્ડ્રુઝ]


શ્રદ્ધાંજલિ

જાહેર જીવનમાં સદાય સંગ્રામ ખેલનાર, શત્રુ કે મિત્ર સહુના ઉપર આક્રમણ કરી તૂટી પડનાર અને પોતાને માટે તેવી જ આકરી કસોટી માગી લેનાર જન્મસિદ્ધ લડાયક નર આ લાજપતરાય એના ખાનગી જીવનમાં કેવા હતા ? મીણ જેવા મૃદુ અને બાળક જેવા નિર્દોષ પોતે જાતે પૂરા વિનોદી હતા, અન્ય સહુનાં ટોળટિખળ કરતા અને પોતાનું ટિખળ થતું પણ માણી શકતા. નાનાં બાળકોના તો પરમ પ્રેમી હતા. બચ્ચાં સાથેની રમતોમાં એને ફિલ્સુફીની ચર્ચાથી પણ અધિક આનંદ પડતો. મિત્રોનાં