પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૩

શ્રદ્ધાંજલિ


લડવૈયા તો હરગિજ બન્યા હોત, પણ પાપ સામે, દુ:ખ સામે ને રોગ સામે લડાઈ માંડત. અંધકાર સામે યુદ્ધ કરતા પ્રકાશના પયગમ્બર તરીકે જીવન ખતમ કરીને એ પોતાના મૃદુ રૂઝણ-સ્પર્શનાં જ શીતલ સ્મરણો મૂકી જાત.

'દિવસભર જ્યારે એ રાજકારણથી ધરાઈ રહ્યા હોય ત્યારે, એટલે કે હમેશાં સાંજરે જ હું એમને મળવા જતો. કેમકે મૂક્ત અને નિર્દોષ હૃદયે તો એ ત્યારે જ હસતા. મેાટી મેાટી–પોતાનાથી પણ મહાન પુરૂષોને પટકી નાખનાર મોટી વિપત્તિઓની વચ્ચે પણ એક બાળકની પેઠે હસી પડવાની પોતાની શક્તિને પ્રતાપે જ લાલાજી પ્રત્યેક વખતે શત્રુ સામે પ્રચંડ મોરચો માંડવાનું ભીષણ નિશ્ચય-બળ લઈ કારાગૃહોમાંથી બહાર નીકળતા. એના સત્ય–જીવનનની આ ઉન્નત પળો દરમ્યાન જ એની વાર્તાલહરીઓ એક પછી એક પ્રસંગ પર રેલમછેલ કરતી ચાલી જતી. પ્રસંગોપાત અમે તોફાને ચડતા અને એનું ટિખળ કરતા. એ ટિખળના બદલામાં અમને શું મળતું ? પાંચેક મિનિટની એકાદ વક્તૃતા કે જેમાં એની ભાષાસમૃદ્ધિ વિદ્યત્ શા ચમકારા કરતી અમારી ગુફતેગૂમાં નવીન જ ભાત પાડી દેતી.

'પરંતુ આજે તો મને યાદ આવે છે એ શાંત સંધ્યાઓ, કે જ્યારે એ સંત મેાટી આરામ-ખુરસી ઉપર ઢળી પડતા અને પછી એની રસના મધૂર શબ્દે પ્રેમ અને પરમાનંદના