પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૪૪


સિદ્ધાંત પર સ્થપાએલી જીવન-ફિલસુફીનું વિવરણ રેલાવ્યે જતી. જીવનની અધમતાના અને વિકૃતિના ભાનવાળી એની પળોને હું આજે નથી સંભારતો. હું તો સંભારૂં છું પેલી વિરલ ઘડીઓને કે જ્યારે એને જગતના ઈશ્વરી ગૌરવનું ભાન થતું અને જ્યારે પોતાના જીવનના આનંદ બદલ સાચા ભક્તિભરપૂર અંતઃકરણે એ સર્જનહારનો અહેશાન ગુજારતા.

'પરંતુ હાય ! એ મધુર કંઠ આજે ચુપ બન્યો છે ને એ બે આંખોનું ચમકતું તેજ ઓલવાઈ ગયું છે. લોકો મને કહે છે કે એની હત્યા કરવામાં આવી છે. હું એ નથી જાણતો, હું તો માત્ર આટલું જ જાણું છું કે એણે તો પોતાના જાલિમોને, તેઓએ અગાઉ જ્યારેજ્યારે પોતાના પર જુલમ ગુજારેલો ત્યારની માફક આ વખતે પણ ક્ષમા જ આપેલી હશે. કેમકે હૃદયનું રૂધિર તપી જતી વેળા એ સિંહની માફક સંગ્રામ કરતા તે છતાં 'મેંઢા જેવા ગરીબ' એ વિશેષણ જેટલું એને બંધ બેસે છે તેટલું અન્ય કોઈને બેસતું હોવાની મને ખબર નથી.'

દીનબંધુ એન્ડ્રુઝ લખે છેઃ

'મારી કલ્પનામાં તો એકની એક જ મૂર્તિ રમી રહી છે : જીવનભર જે દીઠેલી તેની તેજ : હાસ્ય વિનોદ અને રમૂજથી છલકતા : અને એટલા બધા દિલાવર દિલના કે દરેક પ્રસંગે એની બાળક સમાન પ્રકૃતિ ઉછળી