પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૫

શ્રદ્ધાંજલિ


આવતી. એક ક્ષણે જુઓ તો કોઈએ કશું કહ્યું હોય તેના ઉપર ધમધમાટભર્યા ઉશ્કેરાઈ પડ્યા હોય અને પોતાના દેશને થયેલા કોઈ અન્યાય ઉપર રોષે ઊભરાઈ રહ્યા હોય; બીજી જ ક્ષણે જુઓ તો એના એજ પ્રસંગની અંદર કોઇ મનુષ્ય-સ્વભાવની નબળાઈનો મુદ્દો નજરે પડતાં તો એ ખડખડાટ હસી પડે. આપણને એમ જ લાગી જાય કે એનો મિજાજ પણ એક બાળકની માફક લહેર અને ગાંભીર્ય વચ્ચે ક્ષણે ક્ષણે પલટા લઈ રહ્યો છે.

'અંતમાં તો હમેશાં અચૂક એ ઉજળી બાજુ જ નિહાળતા અને એને જરા જેટલી પણ દયામણી વિનવણી થતાં તો એ અન્ય કોઈ પણ મનુષ્ય કરતાં વેળાસર બધું મનદુ:ખ વીસરી જવા ને ક્ષમા કરવા તત્પર થઈ જતા. જેમ જેમ વૃદ્ધ થતા ગયા તેમ તેમ તે એ દિલગજાઈ ક્ષીણ બનવાને બદલે બળવાન બનતી ગઈ. એ તે એનું એક અજબ લક્ષણ હતું. જીવનની અંતિમ ઘડી સુધી એણે પોતાની બાલ–પ્રકૃતિ સાચવી રાખી.

'મૃદુતા, પ્રેમ, ક્ષમાવૃત્તિ અને ઔદાર્ય-એ તમામ અંશોથી છલકતી વિનોદવૃત્તિ, એ તો એના ચારિત્ર્યનું મુખ્ય લક્ષણ હતું. એ ગુણ તે પોતે બોલતા હોય ત્યારે જાણે કે એનાં નેત્રોમાંથી નીતરતો હતો. આંખોના એક પલકારામાં અને મોં પરના એક સ્મિતમાં તો એના અંતરમાં ભરેલી તમામ વેદના ને તમામ મમતા બહાર ઝલકવા