પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧

લગ્ન-જીવન


બાલિકા હતી. તો પણ મેં નિશ્ચય કર્યો કે હું પોતે જ એને ભણાવી ગણાવી નવલકથાઓના મારા મનોરથો સફળ કરીશ. આ વિચારમાંથી મને ઘણું સાંત્વન મળ્યું. પરંતુ ત્યાં તો મને એનું મુખ જોવાનો યે લહાવો ન મળ્યો. પરણી ઊતર્યા કે તુરત એનાં પિયરીઆં એને પિયર ઉપાડી ગયાં. એક માસ પછી આણું વાળવામાં આવશે એ સાંભળીને મને ધીરજ આવી. પરંતુ ફરીવાર પણ એને બે ત્રણ દિવસ રાખી, અમારો મેળાપ પણ થવા દીધા વિના, મોટાભાઈઓએ એને પિયર વળાવી દીધી. ત્યાર પછી ત્રીજી વાર પિતાજીની આજ્ઞાથી જલંધરથી હું પોતે જ મારી પત્નીને હોંશેહોંશે તેડી લાવ્યો. પહેલવહેલા પ્રણયાલાપની અંદર જ નવલકથા માંહેથી રચેલા મારા હવાઈ કિલ્લા તૂટી પડ્યા. પણ નવો ભાવ ઉત્પન્ન થયો કે જે અબળા મારે આશરે પડી ગઈ છે તેને હું મારે હાથે જ ગુણવંતી બનાવી લઈશ. એ વિચારથી મારા અંતરમાં દયા અને રક્ષાનો ભાવ જન્મ પામ્યો.

અમારો ગૃહસંસાર ચાલુ થયો. દિવસે તો એ મારી પછી જ ભોજન કરતી, પણ રાતે મને આવતાં મોડું થાય ત્યારે પિતાજીને જમાડી લઈ અમારી બન્નેની રસોઈ મેડી પર મગાવી લેતી, અને હું આવું ત્યારે શગડી પર ગરમ કરી મને જમાડ્યા પછી પોતે જમતી. આ સમય દરમ્યાન હું દારૂની લતે તો બેહદ ચડી ગયો હતો. એક દિવસ રાત્રિયે હું ઘેર આવતો હતો. રસ્તે એક મિત્રે મને રોકી પાડ્યો