પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અજવાળાંનો ઉદય


સિંહ અને સંન્યાસી


પ્રયાગમાં સાંભળ્યું કે ત્રિવેણીને પેલે પાર જંગલમાં સિંહને પાળનાર એક યોગી રહે છે, દિવસભર એ અદૃશ્ય રહે છે અને રાતે જ મળે છે. હું એનાં દર્શને ચાલ્યો. રાતે દસ બજે એ આશ્રમે પહોંચ્યો, તો ત્યાં એક વૃદ્ધ, કૌપીનધારી મહાત્માને મેદાનમાં સમાધિસ્થ બેઠેલા દેખ્યા. ત્રણ બજ્યા સુધી ન તો એ તપસ્વીની સમાધિ ખુલી, કે ન તો અમારી આંખ બીડાઈ. બરાબર ત્રણ બજે સિંહની ઘોર ગર્જના સંભાળાઈ. જોતજોતામાં તો એ વિકરાલ વનરાજ કોઈ જટાધારીની માફક પોતાની કેશવાળી હલાવતો ને મશાલો જેવી આંખો, ટમકાવતો સડેડાટ યોગીરાજની સામે આવતો દેખાયો. આવીને એ અવધૂતના ચરણો ચાટવા મંડ્યો. યોગીએ આંખો ઉઘાડીને કેસરીના મસ્તક પર પ્યારભર્યો હાથ ફેરવ્યો. ફેરવીને કહ્યું 'તું આવ્યો બચ્ચા ! સારૂ, હવે ચાલ્યો જા.' ગુરૂદેવના ચરણોમાં મસ્તક મેલીને એ વનરાજે જંગલની વાટ લીધી. દેખીને હું સ્તબ્ધ બની ગયો. હું મહાત્માના ચરણોમાં પડી ગયો. મારાથી બોલાઈ ગયું કે 'ઓહોહો યોગીવર ! આટલો ચમત્કાર !' ઉત્તર મળ્યો કે 'ચમત્કાર કશો જ નથી બેટા ! પરંતુ બનેલું એવું કે આ સિંહને કોઈ