પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭

અજવાળાંનો ઉદય


આદિત્યમૂર્તિને જોઈને મારા અંતરમાં આપોઆપ શ્રદ્ધાનો સંચાર થયો. પાદરી સ્કોટને અને બીજા યુરોપીઅનેાને ત્યાં આતુર બની બેઠા જોઈને મારી શ્રદ્ધા વધી. દસ જ મીનીટ વ્યાખ્યાન સાંભળ્યું ત્યાં વિચાર ઉપડ્યો કે “ઓહોહો ! અજબ પુરુષ ! કેવળ સંસ્કૃત જાણતા છતાં આટલી દલીલભરી વાતો કરી શકે !” ૐ પરનું એ વ્યાખ્યાન હતું. ને એ વ્યાખ્યાતા બીજા કોઈ નહિ, દયાનંદ સરસ્વતી જ હતા. મારો નાસ્તિક આત્મા એ વાણી-ગંગાના પ્રવાહમાં નહાઈ આનંદ અનુભવવા લાગ્યો.

રોજરોજ વ્યાખ્યાન થવા લાગ્યાં. પિતાજીએ તો મૂર્તિપૂજા વિરૂદ્ધનું વ્યાખ્યાન મંડાતાં જ આવવું બંધ કર્યું. પણ મારી આસ્થા વધવા લાગી. દરરોજ પહેલવહેલો પહોંચીને એ ઋષિને પ્રણામ કરનાર હું જ હતો. પણ કેવળ વ્યાખ્યાનોથી જ હું ન મોહાઈ ગયો. સાંભળ્યું કે રોજ પ્રભાતે સાડા ત્રણ વાગે કેવળ એક કૌપીનભર હાથમાં ડંડો લઈ ઋષિજી નીકળી પડે છે, તે સવારે છ બજે પાછા વળે છે. એટલા વહેલા બહાર ભટકવામાં શેનો ભેદ સમાયો હશે ? એક દિવસ રાતે મેં એનો પીછો લીધો. આગળ ઋષિ ને પાછળ હું : થોડીવાર ધીમે ધીમે ચાલ્યા પછી એમણે એટલો વેગ પકડ્યો કે મારા જેવો ઉતાવળી ગતિવાળો જુવાન પણ એને દૃષ્ટિમાં ન રાખી શક્યો. આગળ જતાં ત્રણ રસ્તા ફાટયા. ન સમજાયું કે ઋષિ કઈ