પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૪૮


બાજુ ગયા. બીજી રાતે પ્રથમથી જઈને એ ત્રિભેટા પર હું છુપાઈ રહ્યો. એ વિશાળ રૂદ્રમૂર્તિને દેખી હું ભાગવા લાગ્યો. જોયું કે ઋષિ તે રસ્તે એકાદ માઈલની દોટ પણ કાઢી લેતા ધસી રહ્યા છે. એમ કરતાં કરતાં દૂર એક પીપળો આવ્યો. યોગી એની નીચે બેઠા આસન વાળીને સમાધી ચડાવી. મેં ઘડીઆળમાં જોયું. સમાધી બરાબર દોઢ કલાક સુધી ટકી. સમાધી પૂરી થયે ઊઠીને એ તપસ્વી આશ્રમ તરફ વળ્યા. હું તો શ્વાસ લઈ ગયો ! કેવા નિર્ભય પુરુષવર ! એક વ્યાખ્યાનની અંદર પોતે પુરાણની અસંભવિત અને આચારભ્રષ્ટ કથાઓનું ખંડન કરી રહ્યા છે, પાંચ પતિવાળી સતી દ્રૌપદી વગેરે પર પ્રહારો ચાલે છે. એના હાસ્ય-છલકતા મર્મપ્રહારોથી ત્યાં બેઠેલા પાદરી સ્કોટ, કમીશનર, કલેક્ટર અને ૧૫-૨૦ અન્ય અંગ્રેજો હસવું રોકી શકતા નથી. એ જોઈ તુરત સ્વામીજીએ વાત પલટાવી; 'પુરાણીઓની તે આવી લીલા છે, પણ હવે કિરાણીઓ (ખ્રિસ્તીઓ)ની લીલા સાંભળો ! કેવા ભ્રષ્ટ એ લોકો, કે કુમારી મેરીને પુત્રોત્પત્તિ થયાનું બતાવી એનો દોષ શુધ્ધસ્વરૂપ પરમાત્મા પર ઢોળે છે !” સાંભળતાં જ કમીશ્નર- કલેકટરની, મૃખાકૃતિઓ રોષથી લાલધૂમ થઈ. પરંતુ ઋષિનું વ્યાખ્યાન તો ચાલુ જ રહ્યું અને આખર સુધી ઈસાઈ મતનું જ ખંડન થયા કર્યું. કોઈની મગદૂર નહોતી કે ઊઠી શકે !