પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૫૨



મહર્ષિ કંઈ બોલ્યા નહિ. હું ફરીવાર તૈયારી કરી ગયો. ફરીને મારી દલીલો તૂટી પડી, ફરીને પણ મેં એજ કહ્યું.

મહારાજ પ્રથમ તો હસ્યા, પછી ગંભીર સ્વરે બોલ્યા, 'ભાઈ, તેં પ્રશ્ન કર્યા ને મેં ઉત્તર દીધા, એ તો યુક્તિની વાત થઈ. બાકી મે ક્યાં પ્રતિજ્ઞા કરી હતી કે તને પરમેશ્વર પર વિશ્વાસ કરાવી દઈશ ? પ્રભુ પોતે જ તને વિશ્વાસુ બનાવી દેશે ત્યારે જ તને વિશ્વાસ પડશે.' એણે ઉપનિષદનો શ્લોક લલકાર્યોઃ

नायमात्मा प्रवचेन लभ्यो
न मेघया न बहुना श्रुतेन ।

यमेवैष वृणुते तेन लभ्य

स्तस्यैष विवृणुते तेनु स्याम् ॥

સાંભળીને હું ચુપચાપ ચાલ્યો ગયો. ત્યાર પછી તો વર્ષો વીત્યાં.



ધંધાની શોધમાં


ભ્યાસ તો મારા કિસ્મતમાં નહોતો. કેમકે વારંવાર હું નાપાસ પડ્યો, દુર્ગુણોમાં ડુબ્યો અને ગૃહસંસારી બન્યો હતો. મારા પિતાની વગથી મને કમીશ્નરે તહસીલદારીમાં