પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૬૨ધિ:કાર છૂટ્યો કે કટોરો ઉપાડીને મેં દિવાલ પર ફેંક્યો. કટોરાના ટુકડે ટુકડા થઈ ગયા. શું થયું ! શું થયું ! શું માખી પડી ! એવા સવાલો ઊઠ્યા. મેં ઉત્તર દીધો કે 'આર્યને માટે માંસભક્ષણ મહાપાપ છે, મારી થાળીમાં મૂકતા નહિ.' આ સાંભળીને તે વખતે સહુ ચુપ રહ્યા. પણ પાછળથી મને કહેવામાં આવ્યું કે 'કટોરાને તોડી નાખવાની શી જરૂર હતી ? ખસેડી દેવેા હતેા.' મેં જવાબ તો ન દીધો, પણ અંતરમાં સમજતો હતો કે મારી કાયરતાને કારણે જ એમ કર્યું હતું. લાંબા સમયના કુસંસ્કારોની બેડીઓ શાંતિથી કાપી નાખવાની શક્તિ તો કોઈ વિરલ બહાદુરોમાં જ હોઈ શકે. મારામાં તે નહોતી. પરંતુ આટલા ઉગ્ર આચરણનું મંગલ પરિણામ એ આવ્યું કે બીજા દિવસથી જ માંસ ખાવું તો શું પણ માંસાહારીઓના રસોડામાં બેસીને ભોજન લેવું પણ મને અસહ્ય થઈ પડ્યું.


ધાર્મિક કસોટી

જે નિર્જળા એકાદશી છે વ્રતનો આદેશ તો છે નિર્જળો ઉપવાસ કરવાનો, પરંતુ વ્રતધારીએાએ તો જળ ત્યજીને દિવસભર તરબૂચ અથવા શરબતનાં પાન આદરી દીધા છે બિમાર પડી જાય એટલી હદ સુધી તરબૂચ આરોગે ! કેવી અદભૂત લીલા છે આ ધર્મિષ્ઠોની !