લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫
 


ઠરીઠામ રહેલો નહી. વરસમાં બેએકવાર, કે એથીયે પણ વધારે વેળા, તે માઝા મૂકીને પિવાય એટલો દારૂ પીતો. એવે વખતે તે દારૂ પીવા પાછળ બધાં કપડાં વેચી નાખતો, એટલું જ નહીં પણ મસ્તાન બનીને ઉધમાત કરવા માંડતો. વાસીલીએ પોતે ઘણીવાર એને રુખસદ આપેલી. પણ માણસ હાથનો ચોખ્ખો હતો, જાનવરો પ્રત્યે હેત રાખતો, ને ખાસ રીતે તે બહુ સોંઘોં પડતો, એટલે વાસીલી અને પાછો રાખી લેતો. આવો માણસ તો વરસે એંસી રૂબલના પગારને લાયક ગણાય; પણ વાસીલી એને ચાળીસેક જ આપતો. એ રકમ પણ મરજી પડે તેમ તૂટક તૂટક આપતો. અને તે પણ મોટે ભાગે રોકડી તો નહીં જ પોતાની દુકાનમાંથી માલ આપે, ને ઊંચે ભાવે તેના દામ ગણે.

નીકીટાની વહુ મારથા એક કાળે દેખાવડી ને ધમકવાળી હતી. એક દીકરા ને બે દીકરીની મદદથી તે ઘર ચલાવતી, ને નીકીટાને ઘેર રહેવાનો આગ્રહ કરતી નહીં. એનાં બે કારણ હતાં. એક તો એ કે વીસેક વરસથી તે એક પીપ બનાવનારા સાથે રહેતી હતી. એ પરગામી ખેડૂત હતો, ને આ કુટુંબની જોડે જ રહેતો ને ખાતોપીતો. બીજી એ કે ધણીની સુધબુધ ઠેકાણે હોય ત્યારે તો તેને એ હથેળીમાં રમાડી શકતી; પણ પીધેલો હોય ત્યારે આગથી ભડકે એમ એનાથી ભડકતી. એક દિવસ નીકીટા દારૂ ઢીંચીને ઘેર આવ્યો ત્યારે, જાણે ઠરેલ સ્થિતિમાં બૈરીનો કહ્યાગરો રહ્યાનો બદલો વાળતો ફોય એમ, તેણે બૈરીની પેટી તાળું તોડીને ઉઘાડી, તેનાં સારામાં સારાં કપડાં કાઢ્યાં, ક્યાંકથી કુહાડી લાવ્યો, ને તેનાથી ચીરીને ટુકડે ટુકડા કરી નાખ્યા. ત્યારથી મારથા ચીસ ખાઇ ગઈ હતી. નીકીટાને મજૂરીના જે કંઇ દામ મળતા તે સીધા એની બૈરીને મોકલાતો, ને એની સામે નીકીટા કશો વાંધો ઉઠાવતો નહીંં. આ પરવ પહેલાં બે દિવસ પર જ મારથા બેવાર વાસીલીને ત્યાં આવી તેની પાસેથી ઘઉંનો લોટ, ચા, ખાંડ, ને પા ગૅલન દારૂ લઈ