લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
 


તળિયા નીચે ચરડ ચરડ થવા લાગ્યો. વાસીલી જરાક થોભી ગયો. સિગરેટમાંથી એક છેલ્લો દમ ખેંચી નાખી દીધી, તેના પર પગ મૂક્યો, ધુમાડો મૂછ પર થઈને નીકળવા દીધો, ને ઘોડો આવતો હતો તેની સામે કંઇક શંકાની નજરે જોયું. પોતાના લાલબૂમ ને મૂછને બાદ કરતાં સાફ હજામતવાળા, ચહેરાની બંને બાજુ ઘેટાના ચામડાનો કૉલર ખોસવા માંડ્યો, એટલા માટે કે તેના શ્વાસથી કૉલર ભીનો થવા ન પામે.

‘જુઓ તો ખરા ! કુંવર તો ક્યારના ગાડી પર ચડીને બેસી ગયા છે!’ નાના દીકરાને ગાડીમાં બેઠેલો જોઇ તે બોલી ઊઠ્યો. વાસીલીએ મહેમાનો સાથે જે દારૂ પીધો હતો તેનો નશો તેને ચડ્યો હતો; એટલે પોતાની દરેક ચીજ જોતાં ને પોતાના દરેક કામનો વિચાર કરતાં તેને રોજના કરતાં પણ આજે વધારે આનંદ આવતો હતો. આ દીકરો પોતાનો વારસ થશે એમ જ એણે માન્યું હતું, એટલે એને અત્યારે જોઇ તેના મનને ભારે તૃપ્તિ થઈ. આંખ મિચકારી, ને લાંબા દાંત દેખાય એટલું મોઢું ફાડી, તેણે દીકરા સામે જોયું.

તેની સ્ત્રી સગર્ભા હોઇ સુકાયેલી અને ફીકી પડી ગયેલી હતી. તેણે માથે ને ખભે ગરમ શાલ વીંટાળેલી હતી, તેથી આંખો સિવાયનો તેનો ચહેરો બિલકુલ દેખાતો નહોતો. તે વિદાય દેવા આવેલી ને પતિની પાછળ ચાલીમાં ઊભી હતી.

‘ના, ખરેખર, તમે નીકીટાને સાથે લઇ જ જાઓ,’ તેણે બીતે બીતે કહ્યું, ને બારણામાંથી બહાર પગ મૂક્યો.

વાસીલીએ જવાબ ન દીધો. બૈરીના શબ્દોથી તે ચિડાયેલો લાગતો હતો. તે ગુસ્સાથી ભવાં ચડાવીને થૂંક્યો.

‘પાછું તમારી પાસે આટલું તો જોખમ છે,’ બૈરીએ કહ્યું. એના અવાજમાં એની એ જ ચિન્તા ને એનો એ વિષાદ હતાં. ‘કોણ જાણે હવા હજુ બગડે તો? મારું માનીને નીકીટાને લઈ