‘હા ભાઇ, અમે ભૂલા પડ્યા છીએ,’ વાસીલીએ કહ્યું. ‘અમારે જવું તો હતું, ગોરિયાચકીન, પણ અહીં આવી ચડ્યા. અહીંથી પાછા બીજીવાર ગયા, પણ ફરી રસ્તો ભૂલ્ચા.’
‘ને આડા પણ કેવા ચડી ગયા છો!’
કહી ડોસાએ રાતા ખમીસવાળા છોકરાને કહ્યું: ‘પેદ્રુશ્કા, જા, દરવાજો ઉઘાડ તો.’
‘સારું’,’ છોકરે હોંશભર્યે અવાજે કહ્યું, ને પાછો ઘરની ચાલી તરફ દોડ્યો.
‘પણ અમે રાત રહેવાના નથી હોં,’ વાસીલી બોલ્યો.
‘રાતે ક્યાં જશો? રહી જાઓ એ જ સારું છે !’
‘રહી જવું તો સારું લાગે, પણ ગયા વિના છૂટકો નથી. ક્વશનું કામ છે, ને રોકાવાય એવું છે જ નહીં.’
‘ભલે, પણ જરા ગરમાવો તો કરતા જાઓ. કીટલી હમણાં જ તૈયાર થઇ રહી છે.’
‘ગરમાવો? હા, એ તો! જરૂર કરું. બહુ અંધારું તો નહીં થઇ જાય. ચંદ્ર ઊગશે એટલે અજવાળું થશે. ચાલ અંદ૨ જઈને જરા ગરમાવો કરીએ, નીકીટા.’
‘હા હા, શા માટે નહી? જરૂર ગરમાવો કરીએ,’ નીકીટા બોલ્યો. ટાઢથી તેનું શરીર ઝલાઈ ગયું હતું, અને શેક કરવાને એ તો બહુ આતુર હતો.
વાસીલી ડોસા સાથે ઘરમાં ગયો. પેદ્રુશ્કાએ દરવાજો ઉઘાડ્યો. તેમાં થઈને નીકીટાએ ગાડી અંદર લીધી, ને એના કહેવાથી એકઢાળિયાની નીચે ઘોડાને ઊભા રાખ્યો. અંદર જમીન ખાતરથી છવાયેલી હતી; ઘોડાના માથા પરનું ઊંચું bow એકઢાળિયાના પાટડાને અથડાયું, મરઘીઓ ને મરઘો ત્યાં ક્ચારનાં આવીને રાત કાઢવા બેઠાં હતાં તેમણે કકળાણ કરી મૂક્યું, ને પોતાના નખ વડે પાટડાને વળગી રહ્યાં, ઘેટાં ભડકીને એક બાજુ ખસી ગયાં. ને