લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
 


આડો ઊતરી જતો. એટલે વાસીલીને ફરી ફરી તેને પાછો રસ્તા પર લાવવો પડતો.

‘આ જમણી બાજુએ એક થાંભલી, આ બીજી ત્રીજી, ને આ ત્રીજી.’ વાસીલી ગણ્યે જતો હતો. ‘ને આ સામે જંગલ રહ્યું,’ સામે કંઇક કાળું કાળું જોઇને તેણે વિચાર કર્યો. પણ એને જે જંગલ લાગેલું તે ખરેખર તો એક છોડ જ હતો. છોડ વટાવીને ગાડી સોએક વાર આગળ ગઇ, તોપણ ન આવી ચોથી થાંભલી કે ન આવ્યું જંગલ.

‘જંગલ હવે જોતજોતામાં આવવું જોઇએ,’ વાસીલીને થયું. દારૂ ને ચા પીને શરીરમાં સ્ફૂર્તિ આવેલી, એટલે તેણે અટક્યા વિના લગામ હલાવ્યે રાખી. ને ભલા કહ્યાગરા ઘોડાએ ચાલ ચાલ કર્યું. જે દિશામાં જવાની એને સૂચના મળતી એ દિશામાં તે ક્યારેક રવાલની ચાલે તો ક્યારેક તુર્કી ચાલે ચાલતો. પણ અને ખબર હતી કે એ ખરો રસ્તો નથી. દસ મિનિટ થઈ ગઈ છતાં જંગલ તો આવ્યું નહીં.

‘બૂરી થઇ! ફરી પાછા ભૂલા પડ્યા એમ લાગે છે,’ કહી વાસીલીએ ગાડી ઊભી રાખી.

નીકીટા સુપચાપ ગાડીમાંથી ઊતર્યો. એના ડગલાને પવન ક્યારેક એના શરીર જોડે સજ્જડ દબાવતો, તો ક્યારેક જાણે શરીર પરથી ફાડીને ફેંકી દેતો હોય એટલું જોર કરતો; ને નીકીટાએ ડગલાને સખત પકડી રાખ્યો હતો. તેણે પહેલાં એક બાજુ તપાસ કરી, ને પછી બીજી બાજુ જોવા વળ્યો. ત્રણચાર વાર તો તે સાવ અલોપ જ થઈ ગયો. છેવટે તેણે પાછા આવી વાસીલીના હાથમાંથી લગામ લીધી.

‘આપણે જમણી બાજુ જવું જોઇએ,’ તેણે કડકાઈથી ને હુકમ કરતો હોય એવી રીતે કહ્યું, ને ઘોડો વાળ્યો.

‘ભલે, જમણી બાજુ તો જમણી બાજુ,’ કહી વાસીલીએ