લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩
 


લગામ નીકીટાના હાથમાં સોંપી દીધી, ને હાથ ઠરીને ઠીકરું થવા આવ્યા હતા તે ડગલાની બાંયમાં ખોસી દીધા.

નીકીટાએ જવાબ દીધો નહીં.

‘લે, ભઈલા મારા, થા તો જરા સજગ !’ તેણે ઘોડાને બૂમ મારીને કહ્યું. પણ લગામ હાલી તોયે ઘોડો તો માણસની ચાલે જ ચાલવા લાગ્યો.

બરફ ક્યાંક ક્યાંક ઘૂંટણપૂર જામ્યો હતો, એટલે ગાડી ઉલાળા ખાતી, હેલા મારતી, ચાલતી હતી.

ગાડીના આગલા ભાગમાં ચાબૂક લટકતો હતો તે ઉઠાવી નીકીટાએ એકવાર ઘોડાને ફટકાર્યો. ચાબૂકને ન ટેવાયેલો પાણીદાર ઘોડો એકદમ છલાંગ મારી દોડવા લાગ્યો, પણ એની ચાલ તરત જ ઘીમી પડી ગઇ ને તે પાછો માણસની ચાલ પર આવી ગયો. આમ પાંચ મીનીટ ચાલ્યું. અંધારું હતું, અને પવન સુસવાટા મારતો ઉપરથી ને નીચેથી ઊડતો હતો, એટલે કેટલીકવાર તો હાંસડી પણ દેખાતી નહોતી. કેટલીકવાર ગાડી થંભી જતી હોય ને ખેતર પાછું દોડતું હોય એવો ભાસ થતો. એકાએક સામે કંઈક નજીક આવેલું લાગ્યું હશે, એટલે ઘોડો થોભી જઇને ઊભો રહ્યો. નીકીટા ફરી પાછો ધીરે રહીને કૂદકો મારી નીચે ઊતર્યો. તેણે લગામ છોડી દીધી, ને ઘોડો કેમ થંભી ગયો એ જોવા તે આગળ ગયો. પણ તેણે ઘોડાની આગળ એક ડગલું પણ નહીં ભર્યું હોય ત્યાં તો એના પગ લપસી ગયા, ને તે ઢોળાવ પરથી નીચે ગબડ્યો.

'હો, હો, હો !’ નીકીટાએ પડતાં પડતાં બૂમ પાડી; ને પડતા અટકી જવાય તો અટકવાને ફાંફાં મારી જોયાં પણ અટકાયું નહીંં. ખાઇને તળિયે બરફનો જાડો થર જામ્યો હતો ત્યાં એના પગ અટક્યા ત્યારે જ એ આગળ જતો અટક્યો.

ખાઈની પાળ પર થોડો બરફ વહી આવીને લટકી રહેલો હતો, તે નીકીટાના પડવાને લીધે હાલી ઊઠ્યો; એટલે તેના પર