લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૫
 


એકાએક ને સાવ અણધારી રીતે તેનું ભાન જતું રહ્યું, ને તેને ઊંઘ આવી ગઈ.

તેને ઓચિંતો ધક્કો વાગ્યો હોય એવું લાગ્યું, ને તે જાગી ગયો. કાં તો ઘોડાએ ગાડીમાંથી ઘાસ ખેંચ્યું હોય; અથવા તો એના મનના કંઇક તરંગને લીધે તે જાગી ગયો હોય. ગમે તેમ પણ તે જાગી ગયો. તેનું હૈયું વધારે ને વધારે ઝડપથી ધબકવા લાગ્યું, ને તેને લીધે નીચે ગાડી કાંપતી હોય એવો ભાસ થયો, તેણે આંખો ઉઘાડી. આસપાસનો બધો દેખાવ જેવો ને તેવો જ હતો. તેને થયું, ‘અજવાળું કંઈક વધ્યું દેખાય છે. મને લાગે છે પરોડને હવે બહુ વાર નહીં હોય.’ પણ તરત જ યાદ આવ્યું કે અજવાળું વધવાનું કારણ તો ચંદ્ર ઊગ્યો એ હતું. તે બેઠો થયો ને પહેલી ઘોડા તરફ નજર નાખી. ઘોડો હજી પવન તરફ પીઠ કરીને ઊભો હતો, ને તેનું આખું શરીર ધ્રુજતું હતું. ગોદડી આખી બરફથી ઢંકાઇ ગઇ હતી, ને તેનો એક ભાગ ઊડીને ખસી ગયો હતો. ગોદડી ખસી ગઇ હતી; ને બરફે છવાયેલું માથું ને તેના પર પવનમાં લહેરિયાં લેતા વાળનો ગુચ્છો ને કેશવાળી હવે વધારે સહેલાઇથી દેખાતાં હતાં. વાસીલીએ ગાડીના પાછલા ભાગ પર વાંકી ડોક કરી પાછળ નજર નાખી. નીકીટાએ જ્યાં આસન જમાવ્યું હતું ત્યાં જ તે હજી બેઠો હતો. તેણે ઓઢેલું ગુણપાટ, ને તેના પગ, બંને પર બરફના જાડા થર જામ્યા હતા.

‘આ ખેડૂત થીજીને મરી ન જાય તો સારું! કેવાં રેઢિયાળ છે એનાં કપડાં! એ મરી જશે તો કદાચ મને જવાબદાર ગણવામાં આવશે. કેવા ગમાર લોકો છે! કેળવણીનું તો નામ ન મળે;’ વાસીલીને વિચારો આવ્યા. ઘોડાની પીઠ પરથી ગોદડી કાઢી નીકીટાને ઓઢાડવાનું મન તો થઇ આવ્યું. પણ પાછું થયું કે આવી ટાઢમાં બહાર નીકળીને ફરાશે કેમ કરીને? વળી એમ કરતાં કદાચ ઘોડો થીજીને મરી જાય તો? ‘આ બોતને હું સાથે લાવ્યો જ શા