લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
 


મરવું સરખું છે. એની જિંદગીની શી કિંમત છે ? એને જિંદગી ગયાનું દુઃખ નહીં થાય. પણ મારે તો ભગવાનની કૃપાએ ઘેર લીલી વાડી છે, એટલે મારે તો જીવવાની બહુ જરૂર છે.’

તેણે ઘોડાને છોડ્યો, તેની ગરદન પર લગામ નાખી, ને ચડવાનો પ્રયત્ન તો કર્યો; પણ તેના ડગલા ને બૂટનું વજન એટલું ભારે હતું કે તેનાથી ચડી શકાયું નહી. પછી તેણે ગાડીમાં ચડી ત્યાંથી ઘોડા પર ઠેકવાનો પ્રયત્ન કરી જોયો. પણ તેનું વજન એક બાજુ આવવાથી ગાડી ઊલળી, ને ફરી તેનાથી બેસાયું નહીં. છેવટે તેણે ઘોડાને ગાડી પાસે આણ્યો, સંભાળ રાખીને પોતે ગાડીની એક તરફ સમતોલપણે ઊભો રહ્યો, ને જેમતેમ કરીને ઘોડાની પીઠ પર ઊંધો પડ્યો. પળવાર એ રીતે પડી રહ્યા પછી તે સહેજ આગળ વધ્યો, એક પગ નીચે નાખ્યો, ને છેવટે બેઠો થઇ ગયો. પગને તંગના લટકતા છૂટા પટા પર ટેકવ્યા. ગાડીના ખખડાટથી નીકીટા જાગ્યો. તે ઊંચો થયો, ને તે કંઈક કહે છે એમ વાસીલીને લાગ્યું.

‘તારા જેવા બેવકૂફોનું જ સાંભળશે ને! વિનાકારણ આ રીતે મરી જાઉં હું?’ વાસીલી બોલી ઊઠ્યો, ડગલાની ચાળના છૂટા છેડા ઢીંચણ નીચે દબાવી દીધા, ઘોડાને ફેરવ્યો, ને જે દિશામાં જંગલ અને ચોકીદારનું ઝૂંપડું હોવાં જોઇએ એવું એનું અનુમાન હતું તે દિશાએ ચાલ્યો ગયો.

નીકીટા ગુણપાટ ઓઢીને ગાડી પાછળ બેઠો ત્યારથી બિલકુલ હાલ્યો નહોતો. જે માણસો કુદરતના સમાગમમાં રહે છે તે જેમણે દારિદ્રય ભોગવ્યું હોય છે તેમનામાં હોય છે એવી ધીરજ એનામાં હતી; અને એ કલાકો સુધી, ક્યારેક દિવસો સુધી પણ, રાહ જોઇ શકતો ને છતાં બેચેન કે ચિડિયલ બની જતો નહીં. તેણે શેઠની