લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
 


પડઘો પડે એવી રીતે હણહણાટ કર્યો હતો. ‘હત્ તારીની, સાવ બેવકૂફ ! કેવો ડરાવી માર્યો મને, કમજાત!’ વાસીલી મનમાં બોલી ઊઠ્યો. પણ ભયનું કારણ કળાયું તોયે તે ભયને દૂર કરી શક્યો નહીં.

‘મારે જરા સ્વસ્થ થવું જોઈએ ને પૂરો વિચાર કરી લેવો જોઇએ,’ તે મનમાં ને મનમાં કહેવા લાગ્યો. છતાં તેનાથી થોભી શકાયું નહીં, ને તેણે ઘોડાને હાંક્યે રાખ્યો. તેમ કરતાં તેને એ ફામ ન રહી કે તે પવનની સામે જવાને બદલે પવન જે તરફ વાતો હતો તે તરફ જ જઇ રહ્યો છે, ને પવન પીઠ પાછળથી આવવા લાગ્યો છે. તેનું શરીર, ને ખાસ કરીને પગ વચ્ચેનો જે ભાગ ડલ્લીને અડતો હતો તે ડગલાથી ઢંકાતો નહોતો તે ભાગ ટાઢથી કાંપવા લાગ્યો ને ઘોડો ધીરે ચાલે ત્યારે વિશેષ કળાતો. તેના હાથપગ ધ્રૂજવા લાગ્યા, ને શ્વાસોચ્છ્વાસ જોરથી ચાલવા લાગ્યો. બરફના આ ભયાનક રણમાં મોત આવીને મને ઉપાડી જાય છે, ને એની ચૂડમાંથી છૂટવાનો કોઇ ઉપાય રહ્યો નથી, એમ એને લાગવા માંડ્યું.

અચાનક ઘોડો ઠોકર ખાઇને પડ્યો, બરફની ખાઇમાં વહેતા વહેળામાં ડૂબવા લાગ્યો, ને પડખાભેપર આડો પડી ગયો. વાસીલી કૂદીને ઊતરી પડ્યો. જે તંગ પર એણે પગ ટેકવેલા હતા તેને એણે કૂદવા જતાં એક બાજુ ખેંચી પાડ્યો, અને એ તંગ જે ડલ્લીને વીંટાળેલો હતો તે ડલ્લી પકડી રાખી, ને કૂદીને ઊતરી પડ્યો કે તરત ઘોડો મહેનત કરીને ઊભો થઇ ગયો, આગળ ધાયો, એક ને બે એમ કૂદકા માર્યા, ફરી હણહણ્યો, અને ગાડી ને ડલ્લી પોતાની પાછળ ખેંચી અલોપ થઇ ગયો. વાસીલીને ખાઇમાં એકલો મૂકતો ગયો.

વાસીલી ઘોડાની પૂંઠે આગળ વધવા ગયો તો ખરો; પણ બરફ એટલો ઊંડો જામેલો હતો ને એના ડગલા એટલા વજનદાર હતા કે ડગલે ડગલે તેના પગ ઢીંચણ સુધી બરફમાં ખૂંપતા ગયા. વીસેક ડગલાં ભર્યાં પછી તે હાંફીને અટકી ગયો.’ જંગલ, બળદ,