લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
 


આ મુરાદ બર લાવવા માટે તે કુટુંબની સાથે ઉત્તરોત્તર ઓછો ઓછો વખત ગાળવા લાગ્યો. નછૂટકે ઘેર રહેવું જ પડે ત્યારે બહારના માણસોને બોલાવી તેમની હાજરીને ઓઠે સુરક્ષિતતા મેળવવાનો પ્રયત્ન કરતો. પણ મુખ્ય વાત એ હતી કે એની પાસે સરકારી કામ કરવાનું હતું. અને હવે પોતાનો બધો જીવનરસ ઑફીસ અને અમલદારવર્ગમાંથી જ મળવા લાગ્યો; ને એ રસમાં તે તરબોળ થઇ ગયો. પોતાની સત્તાનું ભાન; જે માણસને પોતે પાયમાલ કરવા ધારે તેને પાયમાલ કરવાની પોતાની શક્તિ: અદાલતમાં તેના પ્રવેશનું મહત્ત્વ—માત્ર મહત્ત્વ જ નહીં પણ બહારનો દમામ; અથવા તો હાથ નીચેના માણસો સાથેની મુલાકાતો; ઉપરીઓ તેમજ હાથ નીચેનાઓ પાસે ધાર્યું કરાવવામાં મળતી સફળતા; પોતે મુકદ્દમાઓ ચલાવવામાં આબાદ કામ કરી બતાવે છે એ વાતનું ભાન: ને એ બધા ઉપરાંત સાથીઓ જોડેની ગપસપ, જમણો, ને બ્રીજ; આ બધામાંથી તેને આનંદ મળી રહેતો ને જીવન ભર્યું ભર્યું લાગતું એટલે એકંદરે ઇવાનનુ જીવન જેમ વહેવું જોઇએ એમ તે માનતો હતો તેવું આનંદ અને ગૌરવભર વહ્યે જતું હતું.

આવી સ્થિતિમાં બીજાં સાત વરસ નીકળી ગયાં. તેની સૌથી મોટી દીકરી સોળ વરસની થઇ ચૂકી હતી. બીજું એક બાળક મરી ગયું હતું, ને તે પછી માત્ર એક છોકરો જ બાકી રહ્યો હતો. તે નિશાળે ભણતો હતો, ને તેને વિષે માબાપને કજિયા થયાં કરતા. ઇવાન એને કાયદાની નિશાળે મૂકવા માગતો હતો. પણ એને ચીડવવાને ખાતર પ્રાસ્કોવિયાએ છોકરાને હાઇસ્કૂલમાં મૂક્યો હતો. છોકરીને ઘરમાં જ શિક્ષણ આપ્યું હતું ને તે સારી નીવડી હતી. છોકરો પણ ભણવામાં ઠોઠ નહોતો.

આમ ઇવાન ઇલીચે લગ્ન પછી સત્તર વરસ કાઢ્યાં. સરકારી વકીલની જગા પર તે લાંબા વખતથી હતો. એથી સારી જગા