લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
 


સાથી હતો.

મૉસ્કોમાં આ ખબર સાચી હોવાની પાકી બાતમી મળી. પીટર્સબર્ગ પહોંચતાં જ ઇવાન ઝાકારને મળ્યો; અને ન્યાયખાતામાં જ તેને સારી જગાનું ચોકસ વચન મળી ગયું.

અઠવાડિયા પછી તેણે બૈરીને તાર કર્યો: ‘મીલરની જગાએ ઝાકાર આવ્યા છે. તે રિપોર્ટ કરશે એટલે મારી નિમણૂક થશે.’

ઉપલા અધિકારીઓમાં થયેલા આ ફેરફારને પરિણામે, ઈવાનને અણધારી રીતે પોતાના જ ખાતામાં જે જગા મળી ગઈ તેને લીધે તેના અગાઉના સાથીઓ કરતાં તે બે ગ્રેડ આગળ વધી ગયો. તે ઉપરાંત તેને પાંચ હજાર રૂબલનો પગાર મળ્યો. સ્થાનાંતર કરવાના ખરચ પેટે પાંત્રીસસો રૂબલ મળ્યા તે જુદા. અગાઉના શત્રુઓ અને આખા ખાતા સામેનો તેનો રોષ ઊતરી ગયો, ને તેના સુખમાં કશી મણા રહી નહીં.

તે સાળાને ઘેર પાછો ફર્યો ત્યારે તેને જેટલો આનંદ અને સંતોષ હતો તેટલો ઘણાં વરસથી તેણે કદી અનુભવ્યો નહોતો. પ્રાસ્કોવિયા પણ રાજી થઇ ગઈ, ને તેમની વચ્ચે યુદ્ધવિરામની ગોઠવણ થઇ, પીટર્સબર્ગમાં સહુએ એને કેવી જાફતો આપેલી; જે માણસો એના શત્રુ હતા તે કેવા શરમિંદા બની ગયા હતા ને તેની ખુશામત કરવા આવ્યા હતા; એની નિમણૂકથી એ લોકોની આંખમાં કેટલું ઝેર આવ્યું હતું; ને પીટર્સબર્ગમાં સહુ કેવી એની વાહવા કરતું હતું; તે બધાની વાત ઇવાને કરી.

પ્રાસ્કોવિયાએ એ બધું ધ્યાન દઈને સાંભળ્યું, ને તેને સાચું લાગ્યું હોય એમ જણાયું. કશી પણ વાત ખોટી છે એમ એણે ન કહ્યું, પણ જે શહેરમાં તેઓ હવે જવાનાં હતાં ત્યાંના જીવનને માટે યોજનાઓ જ કરવા માંડી. ઇવાનને જોઈને આનંદ થયો કે આ યોજનાઓ તો મારી જ યોજનાઓ છે અને પતિપત્ની એકમત થયાં ખરાં; અને એક ઠોકર ખાધા પછી જિંદગી આનંદ, વિનોદ