લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
 


અને સભ્યતાને યોગ્ય ને સ્વાભાવિક ચીલા પર આવતી જાય છે.

ઇવાન થોડા વખતને માટે જ પાછો આવ્યો હતો. તેને ૧૦મી સપ્ટેંબરે નવા કામ પર હાજર થવાનું હતું. વળી નવી જગાએ ઠરીઠામ થવું, જૂની જગાએથી સામાન લાવવો, ઘણી નવી વસ્તુઓ ખરીદવી ને તૈયાર કરાવવી, એ બધામાં-ટૂંકામાં, જે ગોઠવણો તેણે ધારેલી, ને જેમાં પ્રાસ્કોવિયાની પણ લગભગ પૂરી સંમતિ હતી, તે કરવામાં—તેને ઘણો વખત જોઇએ એમ હતું.

હવે નસીબસંજોગે બધું સરસ રીતે ગોઠવાઈ ગયું હતું. પતિપત્નીની ધારણાઓમાં મેળ સધાયો હતો. અને ઉપરાંત તેઓ એકબીજાની જોડે ઘણો ઓછો વખત ગાળતાં. એટલે લગ્ન પછીનો છેક શરૂઆતનાં વરસો બાદ કરતાં કદી નહોતો એટલો એકરાગ તેમની વચ્ચે જામ્યો. ઇવાને કુટુંબને તરત જ સાથે લઈ જવાનો વિચાર રાખ્યો હતો. પણ તેના સાળાએ ને સાળાની વહુએ ઘણો આગ્રહ કર્યો એટલે તે એકલા જવાને કબૂલ થયો. સાળા ને તેની વહુને ઇવાન ને તેના કુટુંબ પ્રત્યે એકાએક હેત ઊભરાઈ આવ્યું હતું.

ઇવાને વિદાય લીધી. તેની સફળતાથી ને પતિ પત્ની વચ્ચે સ્થપાયેલા એકરાગથી તેના ચિત્તમાં જે પ્રસન્નતા આવી હતી તે ઓસરી ગઇ નહીં. તેણે સરસ ધર શોધી કાઢ્યું, એણે ને એની પત્નીએ જે સ્વપ્નું સેવેલું એ સાચું પડે એવું જ આ ઘર હતું. જૂની ઢબનાં વિશાળ, ઊંચાં દીવાનખાનાં, સોઈદાર ને સુંદર અભ્યાસ ખંડ, માદીકરી માટે ઓરડાઓ, દીકરા માટે અભ્યાસખંડ-જાણે આ કુટુંબ માટે ખાસ ન બંધાવ્યું હોય એવું જ ઘર હતું. ઇવાને જાતે ગોઠવણો પર દેખરેખ રાખી, દીવાલે ચોડવાના કાગળ પસંદ કર્યા, નવું વધારાનું ફરનીચર ખરીદ્યું (ખાસ કરીને કેટલીક જૂના જમાનાની કીમતી વસ્તુઓ ખરીદીને), ફરનીચર પર કાપડ પોતાની નજર સામે ચડાવડાવ્યું. એકએક કામ આગળ વધવા લાગ્યું, ને તેણે પોતાને માટે જે આદર્શ કલ્પ્યો તે તે જાણે સિદ્ધ થવા