એ શક્તિને એટલી હદે પહોંચાડી હતી કેટલીકવાર કોઇ ઉસ્તાદની પેઠે, તે ખાનગી ને સરકારી સંબન્ધોને એકસાથે ભળવા પણ દેતો. આટલી છૂટ તે લેતો તેનું કારણ માત્ર એટલું જ હતું કે તે ધારે ત્યારે માણસોની જોડે ફરી પાછા કડક અમલદારી સંબન્ધથી વર્તવાનું શરૂ કરી શકતો, ને માણસ માણસ તરીકેનો ખાનગી કે મિત્રતાનો સંબન્ધ પડતો મૂકી શકતો. અને આ બધું તે સહેલાઈથી, મોજથી, વિવેક જાળવીને, એટલું જ નહીં પણ કલાપૂર્વક, કરતો. અદાલતના કામકાજમાં વચ્ચે છુટ્ટી પડે ત્યારે તે સિગરેટ ફૂંકતો, ચા પીતો, સહેજસાજ રાજકાજ વિષે જરાતરા સામાન્ય બાબતો વિષે વાતચીત કરતો, બેચાર વાતો પાનાંની રમત વિષે કહેતો. પણ વાતચીતનો મુખ્ય વિષય તો સરકારી નિમણૂકોનો જ હોય. સાંજ પડ્યે તે થાકી જાય; પણ કોઇ ઉસ્તાદને થાય — વાદનમંડળના કોઇ અગ્રગણ્ય વીણાકારે વૃંદવાદનમાં વીણા ભૂલચૂક વિના વગાડી હોય તેને થાય — એવી લાગણી તેના મનમાં ઊપજે. એવી સ્થિતિમાં તે ઘેર આવે ને જુએ કે તેની સ્ત્રી અને દીકરી દિવસે સાથે સારે ઘેર મળી આવ્યાં હતાં, અથવા કોઇ તેમને મળવા આવ્યું હતું, છોકરો નિશાળે ગયેલો, તેણે ઘેર શિક્ષક જોડે લેસન કર્યું હતું, ને હાઇસ્કૂલમાં જે કંઇ શીખવાય છે તે એ બરાબર શીખતો હતો. જિંદગીની આખી ઘટમાળ જેવી ચાલવી જોઇએ તેવી ચાલી રહી હતી. જમ્યા પછી, જો કોઇ મળવા ન આવ્યું હોય તો, ઇવાન કેટલીકવાર એ વખતે ઘણી ચર્ચાતી કોઇ ચોપડી વાંચતો; ને સાંજે કામે લાગી જતો — એટલે કે અદાલતના કાગળો વાંચતો, સાક્ષીઓની જુબાની સરખાવી જોતો, તે એને લાગુ પડનારી કાયદાની કલમો નોંધતો. આ કામ નહોતું નીરસ કે નહોતું રસિક. બ્રીજ રમવાનું છોડીને આ કામ પર બેઠો હોય ત્યારે તે નીરસ લાગતું. પણ બ્રીજ રમવાની સગવડ ન હોય ત્યારે નવરા કે બૈરી પાસે બેસવા કરતાં તો આ કામ કરવું સારું લાગતું. ઈવાનને મોટામાં મોટો આનન્દ જમણની નાની
પૃષ્ઠ:Be Navalkatha.pdf/૪૫
દેખાવ