રૂપે દેખાવા લાગ્યો. ઇવાને હવે નવી ને ગભરાટની લાગણીથી એનું નિરીક્ષણ કરવા માંડ્યું.
તેણે ઘેર જઈ પત્નીને વાત કરવા માંડી. તે સાંભળતી હતી. પણ વચ્ચે જ છોકરી ટોપ પહેરી, માની સાથે બહાર જવા તૈયાર થઇને, આવી પહોંચી. આ કંટાળો ચડે એવી વાત સાંભળવા તે કચવાતે મને બેઠી, પણ તેનાથી લાંબો વખત ધીરજ રખાઈ નહીં; ને માએ પણ વાત છેવટ સુધી સાંભળી નહીં.
‘ચાલો, બહુ સારું થયું તમે જઇ આવ્યા તે. હવે ધ્યાન રાખીને દવા નિયમિત રીતે લેજો. ડાક્ટરે દવા લખી આપી હોય તે કાગળ મને આપો, એટલે જિરાસીમને દવાવાળાને ત્યાં મોકલું.’ કહી તે બહાર જવાની તૈયારી કરવા ગઇ.
એ ઓરડામાં હતી ત્યાં સુધી ઇવાનને શ્વાસ ખાવાનોયે વખત મળ્યો નહોતો. પણ તે ગઈ એટલે તેણે ઊંડો નિસાસો નાખ્યો.
‘ના, ના,’ તેને થયું, ‘દરદ કદાચ ખરેખર એટલું ખરાબ નહીં હોય.’
તેણે દવા લેવા માંડી, ને ડાક્ટરની સૂચનાઓનો અમલ કરવા માંડ્યો. પેશાબ તપાસાયા પછી દવા ને સૂચનાઓ બંનેમાં ડાક્ટરે ફેરફાર કર્યો હતો. પણ પછી પાછું એમ જોવામાં આવ્યું કે પેશાબની તપાસ પરથી થયેલું નિદાન, અને દરદીના શરીરમાં દેખાતાં ચિહ્નો, એ બેની વચ્ચે મેળ ખાતો નથી. ઇવાને જોયું કે મને જે દરદ થાય છે તે ડાક્ટરે કહેલું તેના કરતાં જુદી જાતનું છે; એટલે ડાક્ટરને કાં તો વિસ્મરણ થયું હશે, કાં તો તેણે ગોથું ખાધું હશે, અથવા તેણે કશી વાત મારાથી છાની રાખી હશે. પણ એને માટે કંઇ ડાક્ટરનો વાંક કાઢી શકાય નહીં. એટલે ઇવાને એના હુકમોનું અક્ષરશઃ પાલન કરવું ચાલુ રાખ્યું; તે પહેલાં તો એને એમ કરવાથી કંઈક આસાયેશ પણ મળી.
ઇવાન ડાક્ટર પાસે જઇ આવ્યો ત્યારથી, સ્વચ્છતા ને દવા